રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દીપડાનો ફફડાટ; સૌરાષ્ટ્ર યુનિ.માં જોગિંગની મનાઈ

03:56 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડાએ હાહાકાર મચાવી દીધો છે. શહેરની ભાગોળેના વિસ્તારોમાં અવારનવાર ત્રાટકતો દીપડો જંગલ ખાતાના કર્મચારીઓને પરસેવા વાળી દીધો છે. આમ છતાં દીપડો પાંજરે પુરાયો નથી ત્યારે શહેરીજનોની સલામતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં અગાઉ બે વખત ત્રાટકેલા દીપડાના કારણે કોઈ શહેરીજનોને નુકસાન ન થાય તે માટે વહેલી સવારે અને રાત્રિનાં જોગીંગ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર વાગુદડ ગામની સીમમાં 15 દિવસ પહેલા ખેડૂતને દીપડો નજરે પડયો હતો. ત્યારથી દીપડાએ શહેરની ભાગોળેના વિસ્તારોમાં પડાવ નાખ્યો છે અને અવારનવાર જુદા જુદા સ્થળે ત્રાટકતા વાગુદડ, કણકોટ, મુંજકા, કૃષ્ણનગર સહિતના ગામોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. વાગુદડથી દીપડો કણકોટ ન્યારી ડેમ વિસ્તારમાં દેખા દીધી હતી અને ત્યારબાદ મુંજકા ખાતે આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં નજરે પડયો હતો. ત્યારબાદ બે દિવસ પહેલા ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની પાછળ આવેલ વન ખાતાના 400 એકરના જંગલમાં દીપડો જોવા મળ્યો હોવાની વાતો વહેતી થઈ છે. ત્યારે દીપડાને પકડવા માટે વન ખાતા દ્વારા ચાર થી પાંચ સ્થળે પિંજરા ગોઠવ્યા છે. છેલ્લા એક સપ્તાહથી દીપડાને પકડવા માટે જંગલ ખાતું સતત દોડધામ કરી રહ્યું છે પરંતુ દીપડો પાંજરે પુરાતો ન હોય કોઈ શહેરીજનોને નુકસાન ન કરે તે માટે શહેરની ભાગોળેના વિસ્તારોમાં ખેત મજુરોને ખુલ્લામાં નહીં સુવા માટે અને રાત્રિના બહાર નહીં નીકળવા સુચના આપવામાં આવી છે.
બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડો જોવા મળ્યો હોવાની વાતો વહેતી થઈ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકીંગ કરવા આવે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્રિકેટ સહિતના સ્પોર્ટસના કેમ્પમાં બાળકો અને યુવાનો આવતાં હોય જેઓની સલામતી માટે વહેલી સવારે અને રાત્રિના અંધારું થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. વન ખાતાના આદેશથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને દીપડો પાંજરે પુરાયા બાદ જોગીંગ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે.

Advertisement

 

Tags :
bannedflappinginJoggingLeopardofSaurashtraTheUniv
Advertisement
Next Article
Advertisement