For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચરનાર રાજકોટના બે શખ્સ સહિત પાંચ પકડાયા

11:49 AM Dec 18, 2023 IST | Sejal barot
તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચરનાર રાજકોટના બે શખ્સ સહિત પાંચ પકડાયા

જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા નાઓની સુચના અનુસાર ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર , કેશોદ વિભાગ કેશોદ, નાઓની સુચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમા કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર કર્યા અંગેની કોઈ હકીકત મળી આવ્યે તાત્કાલીક એકશનમા આવી કાર્યવાહી કરવાની આપેલ સુચના મુજબ ગઈ તારીખ 15/12/2023 ના રોજ એક ભોગ બનનાર બહેનને કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાના ઉપર થયેલ અત્યાચારની આપ વીતી હકીકત જાહેર કરેલ કે, ગઈ તારીખ 09/12/2023 ના આરોપી ફેઝલ પરમારએ ટેલીફોનથી ભોગાબનનારને જાણ કરેલ કે, એક ભુવાજી છે જે તાંત્રીક વિધી દ્વારા ઉપરથી રૂૂપીયા ખેરે છે. તેમ કહી ભોગ બનનારને રૂૂપીયા આપવાની લાલચ આપી તેઓને ગઈ તારીખ 10/12/2023 ના રોજ કેશોદ એસ.ટી ડેપો ખાતે બોલાવી ત્યાથી આરોપી ફેઝલ યુનુસ પરમાર (રહે રાજકોટ) વિજય બાબુભાઈ વાઘેલા (રહે ગોંડલ) નારણ સોમાતભાઈ બોરખતરીયા (રહે નગીચાણાગામ તા. માંગરોળ) નાઓએ ભોગ બનનારને બુલેટ ઉપર બેસાડી કેશોદ બાયપાસ ચોકડી પાસે લઈ જઈ ત્યા પાંચેય આરોપીઓએ કાવતરૂૂ રચી ભોગ બનનારને ઈનોવા કારમા બેસાડી ટીનમસ ગામની સીમમા લઈ જઈ ત્યા તાંત્રીક વિધી કરવાના બહાને સાગર ઉર્ફે ભીખુ ધીરૂૂભાઈ બગથરીયા (રહે ડેડકીયાળ ગામ તા. મેંદરડા) ભોગબનનારના શરીર ઉપર અડપલા કરી છેડતી કરી ત્યા મહેમાનો આવી જતા વિધી થાય તેમ નથી તેમ જણાવી ભોગબનનારને ત્યાથી કેશોદના મેસવાણ ગામની સીમમા એક ખેતરે લઈ જઈ ત્યા એક રૂૂમમા સાગર ઉર્ફે ભીખુ ધીરૂૂભાઈ બગથરીયા (રહે ડેડકીયાળ ગામ તા. મેંદરડા) એ ભોગબનનાર ને તાંત્રીક વિધીના બહાને બળજબરી પુર્વક દુષ્કર્મ આચરવા જતા ભોગ બનનારે ના પાડતા સાગર ભુવાજીએ જ્ઞાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પુર્વક દુષ્કર્મ આચરી ફરી વખત બોલાવવા માટે અડધી વિધી થયેલ છે હજી બાકીની વિધી માટે ફરીથી આવવુ પડશે તેમ જણાવી ત્યાથી ભોગબનારને મુકત કરેલ બાદ તા 14/12/2023 ના રોજ ફરીથી વિધીના બહાને ભોગ બનનારને બોલવતા ભોગ બનનારે ફરી તેની સાથે કોઈ ખરાબ કુત્ય કરશે તેવી દેહશત જણાતા ભોગ બનનાર કેશોદ પોલીસ સ્ટેશન આવી તેઓએ ઉપરોકત પોતાના પર થયેલ આપવીતી જણાવતા કેશોદ પોલીસ સ્ટેશનમા તેઓની ફરીયાદ લઈ
સાગર ઉર્ફે ભીખુ ધીરૂૂભાઈ બગથરીયા, ફેઝલ યુનુસ પરમાર, વિજય બાબુભાઈ વાઘેલા, નારણ સોમાતભાઈ બોરખતરીયા અને સિકંદર અલીભાઈ દેખૈયા રહે રાજકોટ વિરુદ્ધ કેશોદ પોલીસમાં 354(એ)(1)(શ), 376, 506(2), 120(બી) તથા એટ્રોસીટી એકટ કલમ 3(1)(છ)(જ), 3(2)(5) મુજબનો ગુન્હો રજી. કરી આરોપીઓની ધરપકડ કરી છે. નાયબ પોલીસ અધીક્ષક એ.એસ.પટણી, પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી પોલીસ સબ ઈન્સપેકટર એસ.એન.સોનારા,પોલીસ હેડ કોન્સ્ટેબલ કીરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રોહીત મોહનભાઈ ભંભાણા, માનસિંહ ખુમાણભાઈ ભલગરીયા, અમરસિંહ હામાભાઈ જુજીયા તેમજ જુનાગઢ ક્રાઈમ બ્રાંચ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીઓ ને ઝડપી લીધા છે. કેશોદ પોલીસ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે રીમાન્ડની માગણી કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement