For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પહેલા જગ્યા આપો પછી ઢોર પકડો, માલધારી સમાજના મનપામાં સૂત્રોચ્ચાર

04:30 PM Dec 15, 2023 IST | Sejal barot
પહેલા જગ્યા આપો પછી ઢોર પકડો  માલધારી સમાજના મનપામાં સૂત્રોચ્ચાર

સરકારની નવી ગાઈડલાઈન મુજબ મહાનગરપાલિકાએ પશુ પકડવાની કામગીરી વધુ ઝડપી અને વધુ કડક બનાવી છે જે અંતર્ગત લાયસન્સ વગરના તેમજ રસ્તા ઉપર રખડતા પશુઓને પકડીને ઢોર ડબામાં પુરવામાં આવી રહ્યા છે. અને સમયસર છોડાવવામાં ન આવે તો આ પશુઓની હરાજી કરવાનો પણ નિર્ણય લીધો છે. તેવી જ રીતે પકડાયેલ અમુક પશુઓ ગૌશાળાને આપી દેવાતા હોવાથી હાલમાં થયેલ કામગીરીનો શક્ત વિરોધ કરી માલધારી સમાજે પશુ રાખવા માટેની જગ્યા સહિતની માંગણી સાથે આજે કોર્પોરેશન ખાતે સુત્રોચ્ચાર કરી ડે. કમિશનરને આવેદન પાઠવ્યું હતું.
શહેરમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી કડક બનાવાતા માલધારી સમાજે રોષ વ્યક્ત કર્યો છે. તંત્ર દ્વારા સુવિધાઓ આપ્યા વગર પશુઓ પકડવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે પશુઓ કોઈપણ વ્યક્તિને મફતમાં આપી દેવામાં આવે છે. જે સહિતનો વિરોધ્ધ કરવા માટે આજે માલધારી સમાજના આગેવાન સહિતનાએ કોર્પોરેશનનું સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવી કચેરીમાં સુત્રોચ્ચાર કરી ડે. કમિશનર એચ.આર પટેલને આવેદન પાઠવી ઉગ્રરજૂઆત કરી હતી. માલધારી સમાજે રજૂઆત કરી જણાવેલ કે, અમારા માલીકીના વાડામાંથી ગાયો પકડવામાં આવી રહી છે. જે વ્યાજબી નથી અને આ કાર્યવાહી તુરંત બંધ કરવી જોઈએ તેમજ પહેલા માલધારીઓને પસુ રાખવા માટે જગ્યા આપો પછી જ પકડવાની ઝુંબેશ વધુ વેગવંતી બનાવો તેમજ લાયસન્સના નામે ઉઘરાવાતા પૈસાથી માલધારીઓને લુંટવાનું બંધ કરો જગ્યા ન આપો ત્યાં સુધી ફક્ત રોડ ઉપરથી જ પશુઓ પકડો ઘરની અંદર અને ઘરની પાસે ખીલે બાંધેલા પશુઓ પકડવાનું બંધ કરો તેમજ પકડાયેલ ગાયોને કોર્પોરેશન કોઈ ગૌશાળાને મફતમાં ન આપી અને આપી દીધા પછી તેનો હિસાબ પશુ પાલકોને આપે તેમજ પશુપાલકોને જ તેના પશુઓ પરત કરવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવ્યું હતું.
માલધારી સમાજે રજૂઆતમાં વધુમાં જણાવેલ કે, પકડવામાં આવેલ પશુઓ સમયસર છોડાવવામાં ન આવે ત્યારે ગૌશાળાને આપી દેવામાં આવે છે. પરંતુ તેના હિસાબની ક્યારે પણ ચકાસણી થતી નથી આપેલ પશુઓનું શું થયું તેની તપાસ પણ થતી નથી. આથી ગૌશાળામાં આપેલી તમામ ગાયોની ચકાસણી કરવામાં આવે અને માલધારી વસાહત ન બને ત્યાં સુધી વાળામાં રાખેલ અને ઘરમાં બાંધેલી ગાયોને પકડવામાં ન આવે તેમ જણાવ્યું હતું.

Advertisement

1 જાન્યુ.થી મહાઝુંબેશ

સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદા અંતર્ગત નવી ગાઈડલાઈન જાહેર કરી છે જે અંતર્ગત આજ સુધી કરવામાં આવેલ કામગીરીનો રિપોર્ટ આવતી કાલે સરકારમાં રજૂ કરવાનો છે. તેવી જ રીતે 31 ડિસેમ્બર સુધીમાં ગાયડલાઈનમાં દર્શાવેલ તમામ નિયમોની અમલવારી શરૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. આથી 1 જાન્યુઆરીથી મનપા દ્વારા લાયસન્સ વગરના વાડામાં રાખેલા અથવા ખીલા બાંધેલા સહિતના પશુઓ તેમજ શહેરમાં રખડતા અન્ય પશુઓ પકડવા સહિતની મહાઝુંબેશ શરૂ કરવામાં આવશે. તેમ ઢોર પકડ પાર્ટી વિભાગમાંથી જાણવા મળેલ ચે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement