રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભય ભૂંડો: બારની ચૂંટણીમાં સત્તાના સોગઠા ગોઠવનારા જ ગોટે ચડ્યા!

05:13 PM Dec 06, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં છેલ્લા બે વર્ષથી ભાજપના જ બે જૂથ ચૂંટણી મેદાનમાં સામસામે આવી જતા જૂથવાદ અને પક્ષાપક્ષીના રાજકારણના કારણે રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણી ચર્ચામાં રહી છે. ત્યારે આ વર્ષે યોજાનાર બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ જ સર્વોપરી હોય તેમ સામે લડયા તો ગયા જેવો ઘાટ સર્જાયો છે જેના પગલે ચૂંટણી મેદાનમાં પેનલો ઉતારવામાં પણ વિલંબ થયો છે. છેલ્લા બે વર્ષથી સામસામે ટકરાતા ભાજપના જ બે જૂથના કિંગમેકર ગણાતા અગ્રણીઓએ ઉચ્ચ કક્ષાએથી ઠપકો મળશે તેવી દહેશતે હથિયાર હેઠા મુકતા દર વખતે ચૂંટણીમાં સતાના સોગઠા ગોઠવનારા જ ગોટે ચડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે જેને પગલે આ વર્ષે યોજનાર બાર એસોસિએશનની ચૂંટણીનો માહોલ નીરસ જોવા મળી રહ્યો છે.
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં છેલ્લા ઘણા વર્ષોથી પક્ષપાત, જ્ઞાતિવાદ અને જૂથવાદ જેવા મુદ્દા ઉપર લડાતી ચૂંટણીના કારણે રાજકોટ બાર એશોસીએશનની ચૂંટણીમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જામતો હતો. છેલ્લા બે વર્ષથી બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બે જૂથ આમને સામને આવી જતા ચૂંટણીનો માહોલ જામતો હતો પરંતુ ઉચ્ચ કક્ષાએથી ઠપકો મળ્યો હોય કે પછી ચૂંટણી બાદ અગ્રણીઓની અવગણના થશે તેવી બીકે છેલ્લા બે વર્ષથી ચૂંટણી મેદાનમાં સતાના સોગઠા ગોઠવનારા અગ્રણીઓએ હથિયાર હેઠા મૂક્યા હોય તેવો ઘાટ સર્જાયો છે અને કિંગ મેકર ગણાતા અગ્રણીઓએ કોઈ રસ નહીં દાખવતા ચૂંટણી જાહેર થયાના અનેક દિવસો વિતવા છતાં હજુ સુધી એક પણ પેનલને ચુંટણી મેદાનમાં ઉતારવામાં આવી નથી કે પછી ડરના માર્યા વકીલો પેનલના બદલે સ્વતંત્ર ચૂંટણી લડવા ઉત્સાહ ધરાવતા હોવાનું જોવા મળી રહ્યું છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપની વિચારધારા સાથે જોડાયેલા વકીલોના બે જૂથ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી મેદાનમાં ટકરાતા આવ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ ભાજપ પ્રેરિત વકીલોના જૂથ વચ્ચે ખુલ્લેઆમ તડા પડ્યા છે. જેની અસર રાજકોટ બાર એસોસિએશન અને ભાજપના અનેક કાર્યક્રમમાં પડી રહી છે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે દેશભરમાં કેસરિયો માહોલ છવાયો છે ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્વે જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે 22 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ બાર એસોસિએશનની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે ચૂંટણી જાહેર થતા જ વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ આ વર્ષે જામનગર રોડ ઉપર નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. નવી કોર્ટનું ઉદ્ઘાટન અમારા હાથે થાય તેવો ઉમેદવારોમાં ઉત્સાહ હોવો જોઈએ તે જોવા મળતો નથી અને ચૂંટણીનો માહોલ નીરસ જોવા મળી રહ્યો છે લીગલ લીગલ સેલે હારની બીકે અને પોતાની આબરૂૂ બચાવવા હજુ સુધી સારા ચહેરાની રાહમાં પોતાની પેનલ જાહેર કરી નથી ત્યારે ભાજપના અન્ય હરીફ જૂથે હથિયાર હેઠા મૂક્યા હોય તેમ પોતાની પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી નથી. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલોના જ બે જૂથ વચ્ચે ચાલતી ખેંચતાનના કારણે ચૂંટણીનો માહોલ જામવાને બદલે ફિકો પડ્યો છે.ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી નથી. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલોના જ બે જૂથ વચ્ચે ચાલતી ખેંચતાનના કારણે ચૂંટણીનો માહોલ જામવાને બદલે ફિકો પડ્યો છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના માત્ર હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે લીગલ સેલ પોતાની પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારવા ઉમેદવારોની પસંદગી કરી રહ્યું છે જ્યારે આ ચૂંટણીમાં લીગલ સેલની પેનલ સામે એક પણ પેનલ મેદાનમાં આવે તેવો અણસાર દેખાતો નથી ત્યારે લીગલ સેલની પેનલે સ્વતંત્ર ઉમેદવારો સામે ચૂંટણી લડવી પડે તેવું લાગી રહ્યું છે અને સ્વતંત્ર ઉમેદવારો જો ભાજપની પ્રેરિત વકીલોની ખેંચતાણમાં બાજી મારી જાય તો નવાઈ નહીં તેઓ લાગી રહ્યું છે અને પ્રમુખ પદના સ્વતંત્ર ઉમેદવાર બકુલ રાજાણીએ પણ જરૂૂર પડયે પેનલ ઉતારવાની જાહેરાત કરતા ચૂંટણીનો માહોલ ગરમાયો રહ્યું છે.

Advertisement

પ્રમુખ પદના હરીફ ઉમેદવારને હંફાવવા બકુલ રાજાણી મક્કમ

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થયાના અનેક દિવસો વીતવા છતાં હજુ સુધી એક પણ પેનલની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે શહેર ભાજપ લીગલ સેલના સંયોજક અને સહ સંયોજકની નિમણૂક થતા જ લીગલ સેલ દ્વારા પોતાની પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે ત્યારે રાજકોટ બાર એસોસિએશનના બે ટર્મ સુધી પ્રમુખ રહી ચૂકેલા સિનિયર એડવોકેટ બકુલ રાજાણી પણ આ વખતે પ્રમુખ પદે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી દીધી છે અને પ્રમુખ પદના હરીફ ઉમેદવારને હંફાવવા કમર કસી છે.

ભાજપના જ બે જૂથ વચ્ચેની ખેંચતાણ લોકસભાની ચૂંટણીમાં પણ કરશે અસર

બાર એસોસિએશનની ચૂંટણીમાં છેલ્લા લાંબા સમયથી ભાજપના જ બે જૂથ વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ વર્ષે લોકસભાની ચૂંટણી પૂર્વે જ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે રાજકોટ બાર એસોસિયેશનમાં ભાજપ પ્રેરિત વકીલો વચ્ચે ચાલતી ખેંચતાના કારણે લોકસભાની ચૂંટણી ઉપર અસર પડશે તેવી ચર્ચા ચાલી રહી છે.

 

Tags :
Barclimbed up!Fear: Only those who set the oath of power in the electionsofrajkotThe
Advertisement
Next Article
Advertisement