For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીમાં નિકાસ પ્રતિબંધના વિરોધમાં ખેડૂતો દ્વારા ડુંગળીને સમાધિ અપાઇ

12:53 PM Dec 20, 2023 IST | Sejal barot
ધોરાજીમાં નિકાસ પ્રતિબંધના વિરોધમાં ખેડૂતો દ્વારા ડુંગળીને સમાધિ અપાઇ

રાજકોટ જીલ્લાના ઘોરાજીના ખેડૂતે પોતાના ખેતરમા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કરવામા આવેલ છે તેના વિરોધ મા પોતાના ખેતરમા ડુંગળી ની સમાધી કાર્યક્રમ કર્યો.
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ની નિકાસ ઉપર પ્રતિબંધ ની જાહેરાત ઘણા દિવસો થી કરી દિધેલ છે ત્યારે સમગ્ર દેશ અને ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય ડુંગળી પકાવતા ખેડૂતો રોષ વ્યાપી ગયો છે કારણ કે આ ડુંગળી ની નિકાસ બંધ થવાથી ડુંગળી ના ભાવો મા ભારે ઘટવા લાગ્યા છે અને રોજેરોજ દિવસે દિવસે ડુંગળી ના ભાવ મા તળીએ જઇ રહયા છે ત્યારે ડુંગળી ની નિકાસ બંધ હોય ડુંગળી પકાવતા ખેડૂતો પાસે થી વેપારીઓ ડુંગળી ની ખરીદી ઓછા ભાવે માગી રહી છે અને લેવાલી પણ પણ તળીએ જતી રહી છે અને ડુંગળી ખેતર પડી પડી સળી રહી છે અને ડુંગળી ખેતર મા ખેતર મા ડુંગળી રાખવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે અને ભારે મુશ્કેલીઓ સહન કરી ને ભારે નુકસાન સહી રહયા છે પોક્ષણભાવ ડુંગળી મા નથી મળી રહયા ત્યારે કેન્દ્ર સરકાર ની ડુંગળી ની નિકાસ પર પ્રતિબંધ લાદી દેતા ઠેર ઠેર આ પ્રતિબંધ નો વિરોધ પ્રદર્શન ખેડૂતો કરી રહયા છે અને સરકાર ના આ નિર્ણય સામે લડી રહયા છે ત્યારે ધોરાજી પંથક ના ખેડૂતો પણ બાકાત નથી ધોરાજી પંથક વિરોધ પ્રદર્શન આવેદનપત્ર આવી આ નિર્ણય ને પાછો ખેચવામા આવે તેવો દરેક ખેડૂતો એક શૂર છે તાત્કાલિક કેન્દ્ર સરકાર આ ડુંગળી ની નિકાસ નો નિર્ણય પાછો ખેંચે તેવી માંગ કરી રહયા છે ત્યારે ધોરાજી ના ખેડૂત એ પોતાના જ ખેતર મા પડેલ ડુંગળી ની સમાધિ કરી સરકારે ડુંગળી ની નિકાસ તાત્કાલિક ધોરણે પ્રતિબંધ હટાવાયા તેવી માંગ સાથે ડુંગળી ની સમાધિ કાર્યક્રમ કરવામા આવેલ અને સરકાર સુધી તમામ ખેડૂતો વર્તી અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ડુંગળી ની સમાધિ નો જલદ કાર્યક્રમ કરવામા આવેલ ત્યારે ધોરાજી ના ખેડૂત આગેવાન જીતુભાઈ વઘાસિયા એ પણ ધોરાજી ના આ ડુંગળી પકાવતા ખેડૂત અને આ સમાધિ કાર્યક્રમ ને સમર્થન આપ્યુ હતુ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement