For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી અધિકારી, નકલી કચેરી બાદ ઝડપાયું નકલી ટોલનાકુ!

04:58 PM Dec 04, 2023 IST | Sejal barot
નકલી અધિકારી  નકલી કચેરી બાદ ઝડપાયું નકલી ટોલનાકુ

અત્યારસુધી નકલી માર્કશીટ, નકલી ડોકટર, નકલી પોલીસ અને અધિકારીઓ બાબતે અગાઉ ખુબ અખબારી અહેવાલો ગાજયા હોવાનું સૌ કોઇ જાણે છે. પણ રાજકોટ જિલ્લાના વાંકાનેર નજીક સમુળગુ આખુ નકલી ટોલ પ્લાઝા બનાવીને રોજ બરોજ લાખો અને મહીને રૂા.1 કરોડથી પણ વધારે રૂપીયાના ઉઘરાણાની વાત પ્રજા વચ્ચે આવી ગઇ છે. અત્યારસુધી આંખ મિંચામણા કરતા સંબંધીતોના પગતળે હવે ટાઢોડામાં ધગધગતા પાણીનો રેલો આવ્યો હોવાનું સાબીત થયું હોય તેમ સૌમાં દોડધામ શરૂ થયાનું કહેવાય છે. આ બાબતે લાગતા વળગતા સત્તાધીશોને અનેક વખતની ફરીયાદો પછી પણ હવે તપાસના આદેશો અપાયા છે અને સમગ્ર સરકારી તંત્ર દોડતુ થઇ ગયુ છે. જયારે ભૂતિયુ ટોલકનાુ ખોલી ઉઘરાણા કરતા તત્વો નાસી છુટયા છે.
બીજી તરફ આ ઉઘાડા ઉઘરાણા અંગે મોરબી અને વાંકાનેરના ધારાસભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ મૌન ધારણ કરીને બેસી ગયા છે.
વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી અને વઘાસીયા ગામના અમુક માથાભારે સખસ દ્વારા નાના મોટા હજારો વાહનોને આવન જાવન કરવા માટે ટોલ પ્લાઝાના નામે ઉઘરાવવામાં આવતા રોજના લાખો રૂૂપિયા બાબતે ચોકાવનારી વિગતો એવી જાણવા મળી છે કે વાંકાનેર નજીકના રોડ ઉપર વઘાસીયા ટોલ પ્લાઝા ઉભુ કરવામાં આવ્યું છે.
આ ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા વાહનો પાસેથી નિયમ મુજબ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પરંતુ નાના મોટા વાહન ચાલકોને ટોલટેક્સ મોંઘો પડતો હોય આ ટોલ પ્લાઝા નજીકની વાઈટ હાઉસ નામની ફેક્ટરીના સંચાલકે પોતાની પ્રીમાઈસીસમાંથી નાના મોટા હજારો વાહનોને રોજ આવન જાવન માટે રસ્તો કરી દેતા એકંદરે વાહન ચાલકોને રાહત થાય છે. પરંતુ આવા વાહનોને પસાર કરવા માટે ફેક્ટરીના સંચાલકો એટલે કે આ ફેક્ટરીના ખીલે કુદતા અમુક પાલતુ માણસો દ્વારા નાના મોટા વાહનો પાસેથી રૂૂપિયા 50 થી માંડીને 200 સુધીના ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ઉઘરાણા કરવામાં આવે છે.
રોજ સૂરજ ઉગે અને આથમે ત્યાં સુધીમાં તેમજ રાત આખી એટલે કે 24 કલાક દરમિયાન આ ફેક્ટરીએ બનાવેલ રોડ ઉપરથી હજારો વાહનો પસાર થતા હોય રોજ કરાતા ઉઘરાણા નો આંકડો બેથી પાંચ લાખ સુધી પહોંચી જાય છે. આ આંકડાની ગણતરી મહિનામાં કરીએ તો મહિને રૂૂપિયા એક થી દોઢ કરોડના ઉઘરાણા કરવામાં આવે છે.
આટલી રકમ વઘાસિયા ટોલ પ્લાઝાના સંચાલકોને ગુમાવવી પડે છે. હકીકતે વઘાસીયા ટોલ પ્લાઝા ઠેકાડીને ફેક્ટરી તેમજ વઘાસિયા ગામના લોકોએ શરૂૂ કરેલા રસ્તા ખરેખર ગેરકાયદેસર છે. આવી રીતે કોઈ વાહનોને પ્રવેશ આપીને આવન જાવન કરાવી શકાય નહીં તેવો સરકારી કાયદો છે. પરંતુ આવા ઉઘરાણામાં ટોપ ટુ બોટમ એટલે કે પ્રવર્તમાન સરકારના માણસો પણ સંડોવાયેલા હોવાથી વઘાસીયા ટોલ પ્લાઝાના સંચાલકોની ફરિયાદો કોઈ પણ સત્તાધીશો સાંભળતા જ નથી. આવો આક્ષેપ વઘાસિયા ટોલ પ્લાઝા ના મેનેજરે લાગતા વળગતા સત્તાધીશો તેમજ પોલીસને કરેલી રજૂઆતમાં કર્યો છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે એક બાજુ વાંકાનેરના વઘાસીયા ગામ નજીક વઘાસિયા ટોલ પ્લાઝા ઉભુ કરવાની સરકારે મંજૂરી આપી છે, બીજી બાજુ આ ટોલ પ્લાઝાથી બચવા માટે વ્હાઇટ હાઉસ ફેક્ટરીના સંચાલકો તેમજ વઘાસિયા ગામના માથાભારે લોકોએ ટોલ પ્લાઝા ની આજુબાજુથી વાહનોને પૈસા લઈને નીકળવાની વ્યવસ્થા કરી આપતા ટોલ પ્લાઝાને રોજની લાખો રૂૂપિયાની નુકસાની થઈ રહી છે.
જાણકારો કહે છે કે ટોલનાકાને ઠેકાડીને આવી રીતે આજુબાજુ કે સાઈડમાંથી પૈસા લઈને વાહનોની આવન જાવન કરવા દેનાર માથાભારે માણસોને તાત્કાલિક પકડી પાડીને તેઓની સામે સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવા બદલ આકરી કલમો અન્વયે ગુનો નોંધવો જરૂૂરી છે

Advertisement

ફૌજી શખ્સ દ્વારા ગેરકાયદેસર ઉઘરાણા

જાણકારો કહે છે કે વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે લાંબા સમયથી પોતાની જાતને મીલેટરી મેન ગણાવનાર એક માથાભારે માણસ દ્વારા નવા વઘાસિયા ગામમાંથી નીકળતા રસ્તા પરથી નાના મોટા વાહનોને આવવા જવા દઈને તેમની પાસેથી રૂૂપિયા 50થી રૂૂપિયા 200 સુધી ઉઘરાવવામાં આવે છે. આ માણસ છાતી ઠોકીને કહે છે કે દુનિયા ભલે ઉંધી વળી જાય પણ આ રોડ ઉપરથી નીકળો એટલે મને પૈસા આપવા પડે અને પૈસા વગર આગળ વાહન જવા દેતા નથી. ત્યારે લાગતા વળગતા સત્તાધીશોએ આ ગણાવતા ફોજીને તાત્કાલિક પકડી પાડીને તેમની સામે આકરા પગલાં ભરવા જોઈએ.

Advertisement

પૈસાની ઉઘરાણી માટે અનેક માણસો ગોઠવ્યા ??

જાણકારો એવી માહિતી આપી હતી કે વ્હાઈટ હાઉસ ફેક્ટરીના સંચાલકો તેમજ નવા વઘાસિયા ગામના અમુક માથાભારે તત્વોએ ટોલ પ્લાઝાના નામે ગેરકાયદેસર રીતે નાના મોટા વાહન ચાલકો પાસેથી રોજની લાખો રૂૂપિયાની તગડી કમાણી કરવા માટે અનેક માણસોને રોડ ઉપર ગોઠવી દીધા છે. એક પણ વાહન ફેક્ટરીના રોડ ઉપર તેમજ નવા વઘાસિયા ગામના રોડ ઉપરથી પૈસા ચૂકવ્યા વગર આગળ જઈ શકતો નથી. અહીંથી નીકળતા દરેક વાહનો પાસેથી આ માથાભારે ટોળકીના માણસો રીતસરના ખુલ્લેઆમ પૈસા ઉઘરાવી રહ્યા છે. આ બારાની લાગતા વળગતા સતાધીશોને અનેક વખતની રજૂઆતો પછી પણ કોઈ પણ સરકારી તંત્ર કોઈ પણ પ્રકારના પગલા ભરતા નથી. પરિણામે વઘાસિયા ટોલ પ્લાઝા ના સંચાલકોને લાખો કરોડોને નુકસાની થઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement