For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેલનગર આવાસ યોજનાના ફોર્મ પરત કરવાની મુદતમાં થયો વધારો

04:00 PM Dec 22, 2023 IST | Sejal barot
રેલનગર આવાસ યોજનાના ફોર્મ પરત કરવાની મુદતમાં થયો વધારો

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર ખાતે આવેલ 1.5 બી.એચ.કે.ના 1010 આવાસોના ફોર્મ વિતરણની તારીખમાં વધારો તા.30/12/2023 સુધી ફોર્મ ભરી પરત કરી શકશે
મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડક, મ્યુનિ. કમિશનર અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેનશ્રીએ કરેલ જાહેરાત, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર, ઘનશ્યામ બંગ્લોઝની બાજુમાં, પોપટપરા વેર હાઉસ પાસે, રાજકોટ ખાતે આવેલ, 1.5 BHK ના 1010 આવાસોના ફોર્મ મેળવવાની તથા જમાં કરાવવાની આખરી તારીખ તા.22/12/2023 હતી જે વધારીને તા.30/12/2023 સુધીની કરવામાં આવેલ છે, તેમ મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન નીતિનભાઈ રામાણીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. આ આવાસ શહેરના રેલનગર વિસ્તારમાં ઘનશ્યામ બંગ્લોઝ તથા વેરહાઉસ પાસે નિર્માણ પામનાર છે. જેમાં, 40 ચો.મી.ના બાંધકામમાં સગવડતા જોઈએ તો, રૂૂમ-1, સ્ટડીરૂૂમ-1, રસોડું, હોલ, વોશ એરિયા, બાથરૂૂમ, ટોઇલેટની સગવડતા રહેશે. આ આવાસોની કિંમત રૂૂ.5.5/- લાખ તથા રૂૂ.60/-હજાર મેઈન્ટેનન્સ ખર્ચ મળી રૂૂ.6.10/- લાખ રહેશે અને અરજદારે દસ્તાવેજનો ખર્ચ અલગથી ભોગવવાનો રહેશે. વાર્ષિક આવક મર્યાદા રૂૂ.3/- લાખ કે તેથી ઓછી આવક ધરાવનાર અરજદાર શહેરમાં કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર ખાતે રૂૂબરૂૂ મુલાકાત લઈ અરજી કરી શકશે. અરજી ફોર્મની કિંમત રૂૂ.100/- છે તેમજ અરજી જમા કરાવતી વખતે ડીપોઝીટની રકમ રૂૂ.10,000/- જમા કરાવવાની રહે છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement