For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રવિવારે પણ પાથરણા-રેંકડીઓ દૂર કરવા ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

04:22 PM Dec 18, 2023 IST | Sejal barot
રવિવારે પણ પાથરણા રેંકડીઓ દૂર કરવા ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

શહેરમાં રસ્તાઓ ઉપર દબાણ કરી પાથરણા અને રેંકડીઓ રાખી વેપાર કરાતો હોવાથી ટ્રાફીકની સમસ્યા સર્જાતી હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રવિવારે પણ ટ્રાફીક પોલીસ દ્વારા પાથરણા રેંકડીઓ દૂર કરવા ડ્રાઈવ યોજી લાખાજીરાજ રોડ, કુવાડવા રોડ અને મવડી ચોકડીએ અડચણરૂપ દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
મેઈન બજારોમાં વેપારીઓની દુકાન આગળ રસ્તા ઉપર પાથરણાવાળા અને રેંકડીઓ રાખી વેપાર કરતાં ધંધાર્થીઓને કારણે વેપારીઓને પણ મુશ્કેલી પડતી હતી અને રસ્તા ઉપર રહેવાના કારણે ટ્રાફીકની સમસ્યા ઉભી થતી હોય જે અંગે વેપારીઓ દ્વારા કોર્પોરેશન અને પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી.
જેથી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સુચનાથી ડીસીપી ટ્રાફીક પૂજા યાદવ, એસીપી જે.બી.ગઢવી, પીએસઆઈ લોખીલ દાવારા આરએમસીના દબાણ હટાવ અધિકારી તથા કર્મારીઓને સાથે રાખી રવિવારે લાખાજીરાજ રોડ બજાર, કુવાડવા રોડ તથા મવડી ચોકડીએ લારી, પથારાવાળા જાહેરમાં રોડ પર ટ્રાફીકને અડચણરૂપ રાખી દબાણ કરતાં હોય જેથી ટ્રાફીકની સમસ્યા ઉભી થતી હોય જેથી ટ્રાફીક પોલીસ દ્વારા લારી પથારા દૂર કરી તેમનો સામાન જપ્ત કરી રસ્તો કલીયર કરાવી કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement