For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘મકાન ખાલી કરીને ચાલ્યા જાવ’, તેમ કહી પાડોશી પરિવારે માર મારતા યુવાને ફિનાઇલ પી લીધું

04:26 PM Dec 20, 2023 IST | Sejal barot
‘મકાન ખાલી કરીને ચાલ્યા જાવ’  તેમ કહી પાડોશી પરિવારે માર મારતા યુવાને ફિનાઇલ પી લીધું

શહેરમાં એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતા યુવકને તમે અહીંથી મકાન ખાલી કરીને ચાલ્યા જાવ તેમ કહી પાડોશી પરિવારે માર મારતા યુવાને ફીનાઇલ પી લીધું હતું. હુમલાખોર શખ્સોએ યુવકનો છરી સાથેનો ખોટો વિડીયો બનાવી વાયરલ કરી ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતા ઘનશ્યામ ખીમજીભાઇ કટારીયા નામનો 22 વર્ષનો યુવાન રાત્રિના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા રોહિત રાજપૂત, તેની પત્ની મુસ્કાનબેન અને તેની ફ્રેન્ડ રીટાબેને ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી ઘનશ્યામ કટારીયાને લાગી આવતા ફિનાઈલ પી લીધું હતું યુવાને ફિનાઈલ પી લેતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઘનશ્યામ કટારીયા ત્રણ ભાઈમાં મોટો અને કડિયા કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે હુમલાખોર શખ્સોએ તેનો છરી સાથેનો ખોટો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો જે અંગે ઘનશ્યામ કટારીયા અને તેના પિતા પાડોશી પરિવારને સમજાવવા માટે ગયા હતા ત્યારે પાડોશી પરિવારે ઝઘડો કરી તમે અહીંથી મકાન ખાલી કરીને ચાલ્યા જાવ તેમ કહી માર મારતા ઘનશ્યામ કટારીયાએ ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement