For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સીસીટીવી કેમેરાની કમાલ, મનપાએ જ 17 ફરિયાદ નોંધાવી

04:36 PM Dec 20, 2023 IST | Sejal barot
સીસીટીવી કેમેરાની કમાલ  મનપાએ  જ 17 ફરિયાદ નોંધાવી

સ્વચ્છતાએ જ સેવા અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા આજે સીસીટીવી કેમેરા મારફતે કચરાના ઢગલા જોવા મળ્યા હતા તે બાબતની પર્યાવરણ વિભાગને ફરિયાદ કરી પાનની પીચકારી મારતા વધુ 11 અને જાહેરમાં કચરો ફેંકતા 20 લોકોને દંડ ફટકાર્યો હતો. તેમજ અલગ અલગ દુકાનોમાંથી 3.4 કિ.ગ્રા પ્લાસ્ટિક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ ખાતેથી વધુ 24 ટન કચરાનો નિકાલ કરાયો હતો.
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.19-11-2023નાં રોજ 11 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 525 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 482 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 17 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારનાં સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.20/12/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 20 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 3.4 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement