For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાળ અદાલત અને રેલવે કોર્ટમાં વકીલો માટે યોગ્ય વ્યવસ્થા કરવા દિલીપ પટેલની માંગ

04:41 PM Dec 25, 2023 IST | Sejal barot
બાળ અદાલત અને રેલવે કોર્ટમાં વકીલો માટે યોગ્ય વ્યવસ્થા કરવા દિલીપ પટેલની માંગ

શહેરમાં રહેતી પરિણીતાને દહેજ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરવાના ગુનામાં જેલ હવાલે વહેલા માતા પુત્રને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે
આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતી શિલ્પાબેન બળવંતભાઈ પરમારના લગ્ન જ્ઞાતિના રીત રિવાજ મુજબ સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા હતા શિલ્પાબેનનો ઘર સંસાર લગ્નના શરૂઆતના ત્રણ માસમાં સારી રીતે ચાલ્યો હતો અને ત્યારબાદ પતિ દિવ્યરાજ બકુલભાઈ રાઠોડ, સસરા બકુલભાઈ પોપટભાઈ રાઠોડ અને સાસુ મીનાબેન બકુલભાઈ રાઠોડે બનાવેલ મકાનનો ખર્ચ વચૂલવા શિલ્પાબેન પાસે પૈસાની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરતા હતા. પતિ અને સાસુ સસરાના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે અંગે મૃતકના ભાઈ કરણભાઈ બળવંતભાઈ પરમારે બહેનને મરવા મજબૂર કરનાર બનેવી દિવ્યરાજ રાઠોડ અને તેના માતા-પિતા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસના અંતે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતા કેસ ટ્રાયલ ઉપર આવતા આરોપી સસરા બકુલભાઈ પોપટભાઈ રાઠોડનું ચાલુ કેસ દરમિયાન મૃત્યુ થતા તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કેસ ચાલવા ઉપર કરવામાં આવ્યો હતો. બાદમાં બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખવામાં આવેલા ચુકાદાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપી પતિ દિવ્યરાજ રાઠોડ અને સાસુ મીનાબેન બકુલભાઈ રાઠોડને શંકાનો લાભ આપી નોર્દોષ મુક્ત કરવા હુકમ કર્યો છે.
આ કેસમાં બંને આરોપી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત અને ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement