રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેશ કા એકસ્પો GPBS 2024ની પ્રિ-એક્ઝિબીટર મીટ યોજાઈ

04:56 PM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટના આંગણે આગામી તા. 7 થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગ જગતને વૈશ્વિક ફલક પર મુકવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પુરુ પાડવા માટે ક્રાંતિકારી સંસ્થા સરદારધામના નેજા હેઠળ જી.પી.બી.એસ. દેશ કા એક્સ્પોનું મહા આયોજન કરવામા આવેલ છે. જેના અનુસંધાને તારીખ - 02/12/2023 ના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે પ્રિ-એક્ઝિબિશન મીટીંગ રાખેલ હતી જેમાં એક્સ્પોમાં ભાગ લેનારા વિવિધ ક્ષેત્રના 1000થી વધુ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ધ્યેય સાથે રાજકોટ ખાતે 25 એકરમાં વિશાળ આ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના સર્વે સમાજના ઉદ્યોગપતિઓ-વેપારીઓ ભાગ લેવાના છે અને રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત દેશભરના ઉદ્યોગ જગતની અગ્રણી કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ-સર્વિસનું ડિસ્પ્લે કરશે ત્યારે આ એક્સપો માં ભાગ લેનારા એક્ઝિબીટરોને જરૂૂરી માહિતી અને જાણકારી આપવાના ભાગ રૂૂપે પ્રિ-એક્ઝિબિશન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.પી.બી.એસ. નદેશ કા એક્સ્પોથરાજકોટના નવા રીંગરોડ ઉપર યોજાશે જેમાં એક લાખ ચોરસ મીટર જગ્યામાં વિવિધ કેટેગરીના 13 અત્યાધુનિક પેવેલિયનમાં એર કન્ડિશન ડોમ ઉભા કરવામાં આવશે. અનેકવિધ ક્ષેત્રોની કંપનીઓના સ્ટોલ અત્યારથી બુક થઈ ચૂક્યા છે. દેશ-વિદેશની 1000 બ્રાન્ડના સ્ટોલનું બુકિંગ કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ માટે કુલ 36 દેશમાં માટે પ્રચાર-પ્રસાર કરવામા આવ્યો છે અને અન્ય વધારાના દેશોને જોડાવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ચાર દિવસ દરમિયાન એક્સ્પોની દસ લાખથી વધુ લોકો મુલાકાત લ્યે તેવા અંદાજ સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મીટીંગમાં મુખ્ય વકતા તરીકે ખાસ સ્વિટઝર્લેન્ડથી પધારેલ શ્રીમતી નિશાબેન બુટાણી ઉપસ્થિત રહ્યા હતા. સર્વ સમાજના ઉદ્યોગપતિઓ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂૂપે જીપીબીએસ દેશ કા એકસ્પોમાં સ્ટોલ બૂક કરવામાં આવ્યા છે. દેશ કા એક્સ્પોના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્સપોમાં દેશના ટોચના બિઝનેસ સ્પીકર અને મોટીવેશનલ સ્પીકર્સ ડો. વિવેક બિન્દ્રા, ડો. અમિત મહેશ્વરી, ડો. ભુપેન્દ્રસિંહ રાઠોડ, ઈઅ રાહુલ માલોડીયા, શ્રી હિમેશ મદન, શ્રી સાગર સિન્હા, ડો. બશેષ ગાલા, શ્રી અનુરાગ રિશી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આવી ઈવેન્ટ્સ માટે 5000 ચોરસ મીટરનો ખાસ એરકંડીશન હોલ પણ તૈયાર કરવામા આવી રહ્યો છે.

Advertisement

Tags :
Desh Ka Expo GPBS 2024heldmeetPre-Exhibitorrajkot
Advertisement
Next Article
Advertisement