For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટથી જોધપુર સીધી ટ્રેન શરૂ કરવા માંગ

11:53 AM Dec 06, 2023 IST | Sejal barot
રાજકોટથી જોધપુર સીધી ટ્રેન શરૂ કરવા માંગ

ભાવનગરથી હરિદ્વાર માટે સાપ્તાહિક ટ્રેન શરૂૂ કરવામાં આવી છે .સૌરાષ્ટ્ર વિસ્તારના ઘણા મુસાફરોને તેનો લાભ મળશે. રાજકોટ થી જોધપુર સીધી ટ્રેન શરૂૂ કરવા માટે રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.બે ખૂબ જ મહત્વપૂર્ણ યાત્રાધામો દ્વારકા અને સોમનાથ તેમજ ઉદ્યોગ નગરી રાજકોટ જામનગર તરફ તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ. આ સ્થાનો બિકાનેર અથવા જોધપુરથી સીધા જોડાયેલા નથી. દરરોજ સંખ્યાબંધ વ્યક્તિઓ આ સ્થાનની મુલાકાત લે છે અને તેઓએ તેમની યાત્રા અમદાવાદ ખાતે ટ્રેન બદલીને પૂર્ણ કરવી પડે છે. આ ઉપરાંત સંખ્યાબંધ મારવાડીઓ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સ્થાયી છે, મારવાડની સીધી ટ્રેનના અભાવે તેઓને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં જોધપુર અને રાજકોટ વચ્ચે કુલ 11 ખાનગી અને 1 રાજ્ય પરિવહન બસ(જઝ) દોડે છે. વધુમાં રાજકોટ અને જામનગરને જોડવા માટે બીકાનેરથી ઘણી બસો દોડે છે. તે વધુ ખર્ચાળ અને લાંબી મુસાફરીના સમયનું કારણ બને છે. આ સ્થાનોને જોધપુર અને બિકાનેરથી સીધા જોડવા માં આવે તો પશ્ચિમ રાજસ્થાનની વસ્તીને તેનો લાભ મળે.તેમ કે .કે .બુચગુજરાતી મિત્ર મંડળ જોધપુર(રાજસ્થાન) એ રેલ્વે મંત્રાલય રજૂઆત કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement