For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મૂકબધિર બાળકોએ રેમ્પ વોક કરી મહેમાનોને કર્યા મંત્રમુગ્ધ

03:47 PM Dec 18, 2023 IST | Sejal barot
મૂકબધિર બાળકોએ રેમ્પ વોક કરી મહેમાનોને કર્યા મંત્રમુગ્ધ

ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન (IFJD) દ્વારા રાજકોટની સરાજા પાર્ટી લોન્ચ ખાતે બનારસ બજાર કાર્યક્રમ હેઠળ શાનદાર ઇન્ટરનેશનલ રેમ્પવોકમાં સેતુ ફાઉન્ડેશનના મુક બધિર બાળકોએ રેમ્પવોક કરીને આમંત્રિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આઈ એફ જે ડી ના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં પ્રથમ વખત બનારસ બજાર અને ફેશન શો નું કોમ્બિનેશન કરીને શાનદાર પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. આઈ એફ જે ડી ના ડાયરેક્ટર બોસકી નથવાણી અને રાકેશ નથવાણી એ જણાવ્યું હતું કે સેતુ ફાઉન્ડેશનના આ મુક બધિર બાળકો છેલ્લા દોઢ મહિના થી પ્રેક્ટિસ કરતા હતા. તેઓ દરરોજ પ્રેક્ટિસ કરતા હતા અને દરરોજ પોતે શું કર્યું હતું તે ભૂલી પણ જતા હતા તેમ છતાં આજે તેમણે ઇન્ટરનેશનલ રેમ્પવોક માં પોતાનું કૌવત દાખવ્યું હતું અને યાદગાર પર્ફોમન્સ આપ્યું હતું.
બોસ્કી નથવાણી એ જણાવ્યું હતું કે ફેશન શો ઘણા થતા હોય છે પરંતુ આ વખતે નવીન ડિઝાઇન સાથે ઇન્ટરનેશનલ રેપવોક જે થતા હોય છે તે મુજબનો રેમ્પ વોક તૈયાર કરવામાં આવ્યો હતો. અને તેના ઉપર આઈ એફ જે ડીના વિદ્યાર્થીઓ દ્વારા પણ રેમ્પ વોક કરવામાં આવ્યો હતો. બેનમૂન અને ભવ્ય ડિઝાઈનર ગારમેન્ટ સાથે વિદ્યાર્થીઓ દ્વારા બનારસ બજારમાં પોતાની કૃતિઓ અને લફળિયક્ષતિં રજૂ કરવામાં આવ્યું હતું.
સેતુ ફાઉન્ડેશનના જાગૃતીબેન ગણાત્રા અને નેહાબેને ઠક્કરે જણાવ્યું હતું કે અમે દરરોજ બાળકોને આ પ્રેક્ટિસ કરાવતા હતા પરંતુ સૌથી મોટો ડ્રોબેક એ હતો કે બાળકોને પ્રેક્ટિસ કરાવ્યા બાદ બીજે દિવસે તેઓ પોતે શું પ્રેક્ટિસ કરી હતી તે ભૂલી જતા હતા તેમ છતાં તેમનો આત્મવિશ્વાસ પ્રબળ હતો અને આજે જ્યારે ઇન્ટરનેશનલ રેમ્પ ઉપર તેમણે પોતાનું શાનદાર પ્રદર્શન રેમ્પવોકમાં કર્યું ત્યારે લોકોએ જે રીતે અમને બિરદાવ્યા છે તેનાથી અમે બેવડી ખુશી અનુભવીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મુક બધિર બાળકોના ડિઝાઇનર ગારમેન્ટ મીનલ ચાવડાએ તૈયાર કર્યા હતા. ઇન્ટરનેશનલ રેપ સાથેનો આ ફેશન શો ઉપરાંત અહીં બનારસ બજાર પણ પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી તેમજ ગારમેન્ટ પણ પ્રસ્તુત કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement