For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાઇનાન્સરને અગાઉની ફરિયાદનો ખાર રાખી પૂર્વ ભાગીદારે ગાળો આપતાં ફરિયાદ

04:57 PM Dec 18, 2023 IST | Sejal barot
ફાઇનાન્સરને અગાઉની ફરિયાદનો ખાર રાખી પૂર્વ ભાગીદારે ગાળો આપતાં ફરિયાદ

કોઠારિયાનાકા પાસે કે.બી ફાયનાન્સની ઓફીસ ધરાવતાં મિતરાજસિંહ ગોહિલને તેના પૂર્વ ભાગીદારના ભાઈએ અગાઉની માથાકૂટનો ખાર રાખી બેફામ ગાળો આપતાં એ. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
વધુ વિગતો મુજબ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર નિલ્સ બંગલામાં રહેતાં મિતરાજસિંહ શૈલેંદ્રસિંહ ગોહિલ (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નગીન હરિલાલ પાટડીયાનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે કલમ 294 (ખ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને દાણાપીઠમા કે.બી. ફાયનાન્સના નામથી પેઢી ચલાવે છે અને વર્ષ 2021 થી ગુજરી બજાર પાટનગર ચવાણાની બાજુમા કોઠારિયાનાકાએ કે.બી ફાયનાન્સની બ્રાંચ ઓફિસ ચાલુ કરેલ હતી. તે બ્રાન્ચ તેમના મિત્ર વિજયભાઈ હરીલાલ પાટડીયા સંભાળતા હતા. બાદ ગત જાન્યુઆરી માસમાં બંને વચ્ચે મદભેદ થતા રાજીખુશીથી છુટા પડેલ હતા અને તે સમયે વિજયભાઈ પાસેથી ધંધાના ભાગમા આવતા રૂા.10 લાખ લેવાના હતા. એ સમયે એમની પાસે સગવડ ન હોવાથી થોડા સમયમાં મારા પૈસા આપી દેશે તેવુ જણાવ્યું હતુ.
બાદ તે પૈસા ન આપતા બંને બચ્ચે મારામારી અને ઝઘડો થયેલો અને ત્યારે તેઓની વિરુધ્ધ પ્ર.નગર પોલીસ મથકે 20 એપ્રિલ 2023 ના ગુનો દાખલ થયેલ હતો. બાદમાં તા.19/09ના અગાઉના ઝઘડાનો ખાર રાખી વિજયના પત્ની માધુરીબેન તથા તેનો ભાઈ નગીન, કિરિટ, મુકેશ, મીથુન તથા તેનો પુત્ર ક્રિશ સાહિતનાએ ગુજરી બજાર પાટનગર ચવાણાની બાજુમા કોઠારિયા નાકાએ આવેલ કે. બી ફાયનાન્સની ઓફિસ પર ઘસી આવી નગીન પાટડીયાએ જાહેરમા બિભત્સ ગાળો આપી હતી.આ બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ બી.એચ.પરમાર અને સ્ટાફે વધું તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement