રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિવિલ હોસ્પિટલમાં હેલ્પડેસ્ક બની ‘હેલ્પલેસ’!

04:55 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

ઘણી વખત સરકારી હોસ્પિટલમાં લગાડાયેલા "મે આઇ હેલ્પ યુ?” જેવા બોર્ડ, પાટિયા શોભાના ગાંઠિયા જેવા બની જતાં હોય છે તેવી જ વાત શહેરની સિવિલ હોસ્પિટલમાં સાબિત થઇ રહી છે. અહીં ઉભી કરાયેલી હેલ્પડેસ્ક સેવા નિયમિત રીતે સમયાંતરે હેલ્પલેસ બનતી જતી હોવાની દર્દીઓ, દર્દીઓના સ્વજનો અને આરોગ્યલક્ષી સેવાનો લાભ લેતા અરજદારોમાં થયો છે.
જાણકારો કહે છે કે સિવિલ હોસ્પિટલમાં રોજ બરોજ નવી આરોગ્ય સુવિધાઓ ધડાધડ શરૂ કરી દેવાય છે. પણ અંતે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત પણ સર્જાતી રહે છે.
ખાસ તો અહીંની હેલ્પડેસ્ક સેવાથી વંચિત લોકો, દર્દીઓ કે તેઓનો સ્વજનોનો આક્ષેણ છે કે જરૂર હોય ત્યારે આ સેવાની ખુરશીઓ પર કોઇ હાજર હોતું નથી! આ વાતની ચાડી ખાતી તસવીર પણ અહીં મૌજૂદ છે.
જો કે, સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર. એસ.ત્રિવેદીએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે, સિવિલમાં એક ટ્રોમા સેન્ટરમાં જ નહીં પણ ઓપીડી વિભાગ સહિત 3 જગ્યાએ હેલ્પડેસ્ક સુવિધા નિરંતર ચોવિસેય કલાક ચાલુ જ છે. સ્ટાફ કામ સબબ આજુબાજુમાં ગયો હોય તેનો મતલબ સેવા બંધ થઇ ગઇ હોય તેવું માનવું જય ઉતાવળું છે. ત્યારે આ વાતમાં સુપ્રિન્ટેન્ડેન્ટ સામા કે સેવા બંધના આક્ષેપો કરનારા? રામજોને!

Advertisement

Tags :
'helpless'!becomesCivil hospital helpdesk
Advertisement
Next Article
Advertisement