રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાયોડીઝલનો જથ્થો ખાલસા કરવાનો કલેક્ટરનો હુકમ રદ

04:31 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

શહેરની ભાગોળે માલીયાસણ ગામ પાસે આવેલ મારૂતી પેટ્રોલીયમ પેઢી અને બજરંગ ટ્રેડીંગ કુ.માંથી પુરવઠા વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવેલા રૂૂા.1.26 કરોડની કિંમતના 2.20 લાખ લીટર બાયોડિઝલનો જથ્થો રાજયસાત કરવાના કલેકટરના હુકમને સેશન્સ કોર્ટે રદ કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં અમદાવાદ હાઈવે ઉપર માલીયાસણ ગામ પાસે આવેલ ભરત વશરામભાઈ રામાણીની મારૂૂતી પેટ્રોલીયમ પેઢીમાં અને બજરંગ ટ્રેડીંગ કુો.માં રાજકોટ પુરવઠા વિભાગની ટીમે રાત્રીના સમયે રેડ કરી માલીકોની ગેરહાજરીમા નો જથ્થો એટલે કે 2કમ રૂા.1.26 કરોડનો 2,10,000 લીટર બાયોડિઝલનો જથ્થો સીઝ કરવામા આવ્યો હતો તે જથ્થાને રાજકોટના કલેક્ટર 100 ટકા રાજયસાત (ખાલસા) કરવાના બંને પેઢીઓના અલગ અલગ હુકમો કર્યા હતા. કલેકટરના હુકમથી નારાજ થઈ મારૂૂતી પેટ્રોલીયમના માલીક ભરતભાઈ રામાણી અને બજરંગ ટ્રેડીંગ ક્રુ.ના માલીક દિપેશભાઈ મહેતાએ એડવોકેટ રાજકોટની સેસન્સ અદાલતમાં અપીલો દાખલ કરી હુકમ સ્થગીત કરવા અલગથી માંગણી કરતા કલેક્ટરના હુકમો સ્ટે કરવામા આવેલ બાદ અપીલો ફાઈનલ દલીલો ઉપર આવતા સુરેશ ફળદુ ધ્વારા રજુઆતો કરવામા આવેલ કે સરકારી તંત્રો છેલ્લા ઘણા સમયથી સત્યતાના મુળ સુધી પહોચ્યા વગર સતાનો દુરઉપયોગ કરી રહ્યાના અનેક કિસ્સાઓ અખબારોમાં પ્રસીધ્ધ થયેલ હોય તે પૈકીના હાલના વેપારીઓને હેરાન-પરેશાન કરી અધીકારીઓ ધ્વારા પેઢી વાળી રેડ વખતે જે જે ક્ષતીઓ કાઢેલ તે વખતે તેનો ખુલાસો કરવાની તક આપવામા આવેલ નથી જે તમામ પુરાવા તથા ખુલાસા વેપારીઓ પાસે હતા તે કલેકટર સમક્ષ રજુ પણ કરેલ હતા છતા રેકર્ડપરની હકીકતોથી વિપરીત તથા પ્રસ્થાપીત થયેલ માર્ગદર્શક સીધ્ધાંતો વિરૂૂધ્ધ ફરમાવેલ હુકમો પ્રથમ દષ્ટ્રીએ જ પર્વશ, ઈરલીગલ, વિધાઉટ એપ્લીકેશન ઓફ માઈન્ડ, રેકર્ડપરની હકીકતોથી વિરૂૂધ્ધના હોવાનુ ફલીત થતુ હોય, એફ.એસ.એલ રીપોર્ટમા પણ પ્રવાહી બાયોડિઝલ નહી હોવાનુ ફલીત થયા બાદ તેમજ તે પ્રવાહી આવશ્યક ચીજવસ્તુના દાયરામાં આવતુ ન હોવા છતા તેમજ દરેક ક્ષતીઓ તથા ખામીઓનો ખુલાસાઓ કરવા છતા કલેકટર ધ્વારા કરવામા આવેલ હુકમો કાયદાના પ્રસ્થાપીત થયેલ સીધ્ધાંતો વીરૂૂધ્ધના હોય જેથી હુકમો રદ કરવા લંબાણપુર્વક દલીલો કરવામા આવી હતી.
ઉપરોકત બંને પક્ષની રજુઆતો રેકર્ડ ઉપરનો દસ્તાવેજી પુરાવો લક્ષે લેતા અપીલોનો નીર્ણય મુખ્યત: એ બાબત ઉપર નીર્ધારીત છે કે સીઝ કરેલ પેટ્રોલીયમ પ્રવાહી બાયોડિઝલ છે કે કેમ ? પુરવઠા અધીકારીઓ ધ્વારા રેડ કરી મારૂૂતી પેટ્રોલીયમ તથા બજરંગ ટ્રેડીંગ કુ. માથી સીઝ કરેલ પેટ્રોલીયમ પ્રવાહીના જથ્થાનુ એફ.એસ.એલ કરવામા આવેલ જે રેકર્ડપર રજુ અભીપ્રાય લક્ષે લેતા જપ્ત કરવામા આવેલ પેટ્રોલીયમ પ્રવાહી બાયોડિઝલનો માપદંડ નહી હોવાથી તે હલકુ પ્રવાહી ગણી એફ.એસ.એલના રીપોર્ટનુ ખોટુ અર્થઘટન કરી કરેલ કૃત્ય અન્યાયી બાબત બની રહે છે એફ.એસ.એલ રીપોર્ટમા માપદંડ મુજબ નમુનાનુ પ્રવાહી બાયોડિઝલ અને ડિઝલ કરતા સારી ગુણવતા ધરાવતુ પેટ્રોલીયમ પ્રવાહી હોવાનુ માનવા પાત્ર રહે છે, પરીક્ષણ અહેવાલ મુજબ નમુનાનુ પ્રવાહી બાયોડિઝલની લાક્ષણીકતામાં બંધ બેસતુ નથી તેનો મતલબ હલકી ગુણવતાનુ બાયોડિઝલ હોવાનુ કહી શકાય નહીં, માપદંડ મુજબ બાયોડિઝલ અને ડિઝલ કરતા વધુ સારી ગુણવતાનુ પ્રવાહી હોવાનુ બંધ બેસતુ આવે છે કલેક્ટરે જપ્ત પ્રવાહી બાયોડિઝલ છે તેવુ માની રાજ્યસાત કરવાનો જે હુકમો કરેલ છે તે એફ.એસ.એલ અહેવાલનુ ખોટુ અર્થઘટન કરીને કરવામા આવેલ હોવાનુ જણાય છે જપ્ત કરેલ પ્રવાહી પેટ્રોલીયમ પેદાશ આવશ્યક ચીજવસ્તુ ગણી શકાય કે નહી તે પ્રશ્નાર્થ છે ત્યારે આ કાયદાની જોગવાઈ લાગુ પડે છે કે કેમ તે પણ નકકી કરવાનુ રહે છે તેમ અનેક મુદ્દાઓ ઉઠાવી તે સબંધે કલેકટરને યોગ્ય થવા જણાવી મારૂૂતી પેટ્રોલીયમની અપીલો અંશત: મંજુર કરતો અને જથ્થો 100 ટકા રાજયસાત કરવાના કલેકટરના હુકમો રદ કરવા સેસન્સ અદાલતે હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં મારૂૂતી પેટ્રોલીયમના માલીક ભરતભાઈ રામાણી તથા બજરંગ ટ્રેડીંગ કુ.ના માલીક દિપેશ મહેતા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંથાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, કેતન 5રમાર, પ્રીન્સ રામાણી અને આર્યન કોરાટ રોકાયા હતા.

Advertisement

Tags :
biodieselCancellation of Collector's order to disposeofquantity
Advertisement
Next Article
Advertisement