For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેદરકારી દાખવી નથી : સમયાંતરે બન્ને પુલની માવજત કરાઇ છે

11:47 AM Dec 07, 2023 IST | Sejal barot
બેદરકારી દાખવી નથી   સમયાંતરે બન્ને પુલની માવજત કરાઇ છે

ગોંડલ નાં રાજાશાહી સમય નાં બન્ને પુલ ની માવજત અંગે હાઇકોર્ટે દરમ્યાનગીરી કર્યા બાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નગર પાલીકા ના સત્તાધીશો ને બેદરકારી દાખવવા અંગે નગરપાલીકા ના સત્તાધીશો ને સભ્યપદે થી દુર કેમ ના કરવા અંગે કારણદર્શક નોટિસ પાઠવી આજે તા.7 નાં જવાબ આપવા ગાંધીનગર હાજર રહેવા નુ જણાવ્યું હોય બચાવપક્ષે નગર પાલીકાએ બન્ને પુલ ની જાળવણી અંગે દસ્તાવેજી પુરાવા સાથે જવાબ તૈયાર કર્યો છે અને પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત ગાંધીનગર હાજર રહયા હતા.મ્યુનિસિપલ કમિશ્નર ની નોટિસ નો જવાબ પાઠવતા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે તત્કાલીન પ્રમુખ ભાવનાબેન રૈયાણી તથા કારોબારી અધ્યક્ષ ઓમદેવસિંહ જાડેજાએ વર્ષ 2022 થી વર્ષ 2023 નાં તેઓના કાર્યકાળ દરમ્યાન બન્ને પુલની જાળવણી અંગે સમયાંતરે સફાઇ,સમારકામ સહિત પુલ ની બાજુમાં ઉગી નીકળેલા વૃક્ષોને દુર કરી બન્ને પુલ ની માવજત અંગે ગંભીરતા દાખવી છે.વધુમાં વર્તમાન પ્રમુખ મનીષભાઈ ચનિયારા અને કારોબારી અધ્યક્ષ તરીકે અમારા બે માસ ના સાશન મા પણ બન્ને પુલ ની જાળવણી ને અગ્રતા આપી કાર્યવાહી કરીછે.
રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે જ્યારે મોરબી જુલતા પુલ ની દુર્ઘટના સમયે તત્કાલીન પ્રમુખ ભાવનાબેન રૈયાણી દ્વારા ગોંડલ ના બન્ને પુલ ની પરિસ્થિતિ અંગે રાજ્ય સરકાર ને અવગત કરાયા હતા આમ હેરિટેઝ એવા બન્ને પુલ અંગે પાલીકા તંત્ર દ્વારા કોઈ બેદરકારી રખાઇ નથી.રાજેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ના રુ.7.50 કરોડ ની ગ્રાન્ટ અંગે કરેલા આક્ષેપ નું ખંડન કરી જણાવ્યું કે આ ગ્રાન્ટ પુલ માટે નહી પણ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત મળી હોય શહેર નાં રોડ રસ્તા સહિત અન્ય વિકાસકાર્યો પુર્ણ કરાયા છે.આશિશભાઇ કુંજડીયાએ પુરી જાણકરી વગર આક્ષેપ કરી અજ્ઞાનતા પ્રગટ કર્યા નુ તેમણે જણાવ્યુ હતુ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement