For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાર એસો.ની ચૂંટણીનો જંગ જામ્યો : ઉમેદવારો એકબીજાને ભરી પીવાના મૂડમાં

05:26 PM Dec 07, 2023 IST | Sejal barot
બાર એસો ની ચૂંટણીનો જંગ જામ્યો   ઉમેદવારો એકબીજાને ભરી પીવાના મૂડમાં

રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી જંગમાં શિયાળાની ઠંડીમાં ગરમીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં લીગલ સેલ દ્વારા સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી છે. સમરસ પેનલના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રો ભર્યા હતા. જ્યારે ચૂંટણી જાહેર થઈ તે પૂર્વે જ પ્રમુખ પદમાં દાવેદારીની બકુલ રાજાણીએ જાહેરાત કરી ચુક્યા છે. જ્યારે એક જૂથ ઉમેદવારી ફોર્મ ભરાયા પછી પત્તા ખોલે તો નવાઈ નહીં તેવું ચર્ચા રહ્યું છે. લીગલ સિનિયર જુનિયર વકીલોનો ટેકો હોવાની સાથે પ્રમુખ પદમાં સ્વતંત્ર રીતે બકુલ રાજાણી અને સેક્રેટરી તરીકે સુમિત વોરા આવતીકાલે ઉમેદવારી નોંધાવાના છે.
બાર એસોસિએશનની ચૂંટણી આવતા વર્ષે યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મહત્વનું પરિબળ બની રહેશે બાર એસોસિએશનની ચૂંટણી જંગમાં સિનિયર જુનિયરો કોની તરફે ઝુકશે તે હજુ સુધી કોઈએ પત્તા ખોલ્યા નથી. તેમજ મહિલા ધારાશાસ્ત્રી કયા જૂથ તરફે મતદાન કરેશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે આ ઉપરાંત સરકારી વકીલો માટેના કલેકટર કચેરી દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા બાદ નિમણૂક કોની કોની થાશે તે પરિબળ પણ ચૂંટણીમાં મુખ્ય ભાગ ભજવે તો નવાઈ નહીં ઘંટેશ્વર ખાતે નવનિર્માણ પામેલી કોર્ટ બિલ્ડીંગનુ લોકાર્પણ, વકીલોના પ્રશ્નોને કોણ ન્યાય અપાવશે અને રાજકોટ સહિત રાજ્યભરમાં બારની ગરિમા વધારી શકે તેવા વકીલોને વિજય બનાવવા કોર્ટ લોબીમાં ચર્ચા રહ્યું છે.

Advertisement

ઉપપ્રમુખપદે સિધ્ધરાજસિંહ જાડેજા અને હરેશભાઇ પરસોંડાએ નોંધાવી સ્વતંત્ર ઉમેદવારી

બાર એસોસીએશનની ચુંટણીમાં ઉપ-પ્રમુખ પદના હોદા માટે અગ્રણી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહ કે. જાડેજા અને હરેશભાઇ પરસોંડાએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે. સિધ્ધરાજસિંહ જાડેજા છેલ્લા 25 વર્ષથી વધારે સમયથી ફોજદારી પ્રેકટીશ કરે છે અને રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્યથી લઈ વિવિધ હોદ્દાઓ ઉપર 8 વખત ચુંટાઈ આવ્યા છે. સિધ્ધરાજસિંહ જાડેજા રાજકોટ બારમાં અનુભવી ઉમેદવાર છે. અને વકીલો માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરી વકીલોનાં પ્રશ્નોને વાચા આપી નિષ્ઠા પૂર્વક, ઈમાનદારીથી કામગીરી રહ્યા છે. બાપુનાં હુલામણા નામથી ઓળખાતા સિધ્ધરાજસિંહ જાડેજા અને સિનિયર એડવોકેટ હરેશભાઇ પરસોંડાને તમામ બાર એસોસીએશનનાં સીનીયર- જુનીયર ધારાશાસ્ત્રીઓ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતાં.

Advertisement

સમરસ પેનલના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા

રાજકોટ બાર એસોસિએશનની આગામી વર્ષ 2023-24ના વર્ષની 22 ડીસેમ્બર 2022 ના રોજ યોજાનારી ચુંટણીમાં આજરોજ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલે ફોર્મ ભ2ી અને દાવેદા2ી નોધાવી છે. ફોર્મ ભરવા જતા પહેલા સમરસ પેનલના ઉમેદવારોને સીનીય2 જુનીયર વકીલોએ હાજરીમાં કોર્ટ કંમ્પાઉન્ડમાં વિજયના નાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ પણ ચૂંટણી જંગના મેદાનમાં આવી છે. ત્યારે આજે સમરસ પેનલના પ્રમુખ પદ માટે કમલેશભાઈ શાહ, ઉપ પ્રમુખ પદ માટે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પદ ઉપર પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે જ્યેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝ22 પદ માટે રાજેન્દ્રસિંહ ડી. ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરી પદ માટે મેહુલ મહેતા, કારોબારી સભ્યો તરીકે નીશાંત જોષી, ભાવેશ રંગાણી, અમીત વેકરીયા, પ્રવીણ સોલંકી, અજયસિંહ ચૌહાણ, સાગર હપાણી, યશ ચોલેરા, વીશાલ કોટેચા અને રણજીત મકવાણા તેમજ મહિલા કારોબારી અનામત પદ માટે રેખાબેન પટેલે તેમના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી અતુલભાઇ દવે, કેતનભાઈ શાહ અને જયેશભાઇ અતીત સમક્ષ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે બહોળી સંખ્યામાં સિનીયર જુનિયર વકિલોએ ઉપસ્થિત રહી સમરસ પેનલના તમામ ઉમેદવારોના હારતોરા કરી જીતની શુભેચ્છા પાઠવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement