For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ 146 ફીરકી ઝડપાઇ

05:20 PM Dec 18, 2023 IST | Sejal barot
કારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ 146 ફીરકી ઝડપાઇ

મક્ર સંક્રાંતિનો પર્વ નજીક આવતા જ શહેરની બજારોમાં પતંગ અને દોરીનું વેચાણ શરૂ થઇ ગયું છે. દર વર્ષે ધાતક દોરીના કારણે અકસ્માતો સર્જાના નિર્દોષ લોકોના જીવ ગુમાવ્ય હોવાના બનાવો સામે આવતા રહે છે. ત્યારે પોલીસ કમિશ્નર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેથી પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ ઉપર સતત વોચ રાખવામાં આવી છે. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીચે બાતમીના આધારે ગોંડલ હાઇ-વે પર કારમાંથી પ્રતિતબંધીન 146 ચાઇનીઝ ફીરકી સાથે વેપારી સહિત બે શખ્સોને ઝ9ડપી પાડયા હતા.
જાણવા મળતી વિગત મુજબ ચાઇનીઝ દોરી વેચવા પર પ્રતિબંધ લગાવવા જાહેરના બહાર પાડયું હોવાથી તેની અમલવાહી, દંડ કોન્સ. અમીત અગ્રવત, કિરતસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરયિમાન રાજકોટનો વેપારી કૌશલ દિલીપભાઇ નસરાણી કારમાં ચાઇનીઝી દોરીની ફીરકી સાથે ગોંડલ હાઇ-વે પર રસુલપરા સામે શિવ હોટલ પાસે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી કારની તલાશી લેતા તેમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકી નં.146 (કિં.37000) મળી આવી હતી.
જેથી પોલીસે કારચાલક કૌશલ દિલીપભાઇ મસરાણી (રે. મેહુલનગર કોઠારીયા રોડ) અને તેની સાથેના નિરજ દિનેશભાઇ મસરાણી (રે.હસનવાડી-25, ગાયત્રીનગર રોડ)ને ઝડપી લઇ ચાઇનીઝ ફીરકી, કાર અને મોબાઇલ મળી કુલ રૂા.3,62,800 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં વેપારી કૌશલને સદરબજારમાં પતંગ-દોરાની દુકાન આપેલી હોય તે અમદાવાદથી ચાઇનીઝ દોરીની ફીરકી લાવશે હોવાનું અને બંને ગોંડલ કોઇને આપવા જતો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે બંને શખ્સો સામે જાહેરનામાભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement