For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લવમેરેજ કરનાર યુવતી સાથે સાસરિયાઓનું ઓરમાયું વર્તન: વાસણ પણ અલગ રાખતા’તા

11:39 AM Dec 22, 2023 IST | Sejal barot
લવમેરેજ કરનાર યુવતી સાથે સાસરિયાઓનું ઓરમાયું વર્તન  વાસણ પણ અલગ રાખતા’તા

રાજકોટ જિલ્લાના જસદણ આદમજી રોડ પર વેકરીયા ચોકમાં રહેતી અનુસુચિત જાતીની યુવતીએ કોળી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ સાસરીયા દ્વારા યુવતી સાથે ઓરમાયુ વર્તન રાખી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઘરમાં જમવાના વાસણ પણ અલગ રાખી ત્રાસ આપતાં હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણમાં રહેતી જયશ્રીબેન હર્ષદભાઈ મકવાણા (ઉ.21) નામની યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પતિ હર્ષદ જગદીશભાઈ મકવાણા, સાસુ મધુરીકાબેન જગદીશભાઈ મકવાણા, દીયર સાગર જગદીશ મકવાણા અને નણંદ વૈશાલીબેન જગદીશ મકવાણાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી અનુસુચિત જાતિની હોય અને હર્ષદ સાથે પ્રેમ સંબંધ હોય થોડા સમય પહેલા બન્નેએ પ્રેમી લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ યુવતી સાસરે ગયા બાદ સાસુ, દીયર અને નણંદ યુવતી પ્રત્યે ઓરમાયુ વર્તન રાખી અવારનવાર જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જમવાના વાસણ પણ અલગ રાખી હેરાન કરતાં હતા અને પતિની ચડામણી કરતાં હોય તેના કારણે પતિ અવારનવાર ઢીકાપાટુનો માર મારી ત્રાસ આપતો હતો.
સાસરીયાના ત્રાસથી પતિ પત્ની અલગ રહેવા જતાં રહ્યા બાદ પણ સાસુ, દીયર અને નણંદ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અવારનવાર ત્રાસ આપતાં હોય આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉપલેટામાં પતિ-સાસુ સામે ત્રાસની ફરિયાદ
ઉપલેટા પંચહાટડી ચોકમાં રહેતી શનાબેન મકબુલ લીલાખાવાળા (ઉ.24) નામની મેમણ યુવતીએ મહારાષ્ટ્ર પાલઘરમાં રહેતા પતિ મકબુલ મુનાફ લીલાખા વાળા અને સાસુ ફરજાનાબેન મુનાફભાઈ લીલાખાવાળા સામે નાની નાની બાબતે અને ઘર કામ બાબતે મેણાટોણા મારી ઝઘડો કરી ત્રાસ આપતાં હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement