For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૈસાની ઉઘરાણીમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સનો હુમલો : વચ્ચે પડેલી બહેનને ઈજા

12:14 PM Dec 11, 2023 IST | Sejal barot
પૈસાની ઉઘરાણીમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સનો હુમલો   વચ્ચે પડેલી બહેનને ઈજા

ગોંડલમાં સબ જેલ પાસે આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી રૂૂબીનાબેન અલ્તાફભાઈ કુરેશી નામની 35 વર્ષની પરિણીતા વોરા કોટડા રોડ ઉપર પંચપીરની ધાર પાસે તેના માવતરના ઘરે હતી ત્યારે તેના નાના ભાઈ જાબીર યાસીનભાઈ પઠાણ (ઉ.વ.25) ઉપર રહીશ ફકીર, સમીલ, ફ્રીજા અને મુમતાઝ નામના શખ્સોએ ધારીયા વડે હુમલો કર્યો હતો. ભાઈને છોડાવવા વચ્ચે પડેલી રૂૂબીનાબેન કુરેશીને પણ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી રૂૂબીનાબેન કુરેશીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર શખ્સો પાસેથી ઉછીના રૂૂપિયા લીધા હતા જે રૂૂપિયાની ઉઘરાણી પ્રશ્ને જાબીર ઉપર હુમલો કર્યો હતો ત્યારે ત્યાં હાજર રૂૂબીનાબેન કુરેશી ભાઈને બચાવવા વચ્ચે પડતા હુમલાખોરોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement