For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં 200 રૂપરડી બાબતે ચાલ્યા આવતા ડખામાં યુવાન પર હુમલો

11:39 AM Dec 14, 2023 IST | Sejal barot
જેતપુરમાં 200 રૂપરડી બાબતે ચાલ્યા આવતા ડખામાં યુવાન પર હુમલો

રાજકોટ જિલ્લાના જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ લાયન્સ સ્કૂલનાં ગ્રાઉન્ડમાં 200 રૂપરડીની માથાકુટમાં યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુર રણુજા સોસાયટીમાં રહેતાં અર્જુન ઉર્ફે કિશનભાઈ ચનાભાઈ વાણવી (ઉ.25)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભાવેશ વિરમભાઈ વાળા અને હસલો વિરમભાઈ વાળાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને અગાઉ આરોપી ભાવેશ સાથે 200 રૂપરડીની લેતી દેતી બાબતે માથાકુટ ચાલી આવતી હોય ગઈકાલે ફરિયાદી લાયન્સ સ્કૂલના ગ્રાઉન્ડમાં બેઠો હતો ત્યારે બન્ને આરોપીએ છરી અને સળીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવ્યું છે.

Advertisement

ગોંડલમાંથી 58 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

ગોંડલના નાની બજાર સંઘાણી શેરીમાંથી પોલીસે ભગવતપરામાં રહેતા તોફિક હનીફભાઈ રવાણી (ઉ.20) અને નવાઝ હનીફભાઈ જાનવાણી (ઉ.24) રૂા.24600ની કિંમતની 58 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પુછપરછ કરતાં દારૂનો જથ્થો અજીતભાઈનો હોવાનું જણાવ્યું છે.

Advertisement

જુગાર રમતા સાત ઝડપાયા

ગોંડલના ત્રાકુડા ગામે જાહેરમાં જુગાર રમતા રવિન્દ્ર ઉર્ફે મુન્નો બળદેવભાઈ પંચાસરા (ઉ.44), સુરેશ ગંગદાસભાઈ કાલરીયા (ઉ.48), રહેમાનભાઈ હુશેનભાઈ ભટ્ટી (ઉ.62), રવજીભાઈ ડાયાભાઈ રાઠોડ (ઉ.64), માધવજીભાઈ જેઠાભાઈ મકવાણા (ઉ.41), નાથાભાઈ ભીખાભાઈ પટેલ (ઉ.63) અને ઈબ્રાહીમભાઈ ખમીસાભાઈ દોઢીયા (ઉ.75)ની ધરપકડ કરી રૂા.7950ની રોકડ રકમ કબજે કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement