For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઔદ્યોગિક વિસ્તારો વધુ હોવાથી પોલીસ સ્ટાફ વધારે ફાળવવા રજૂઆત

04:05 PM Dec 18, 2023 IST | Sejal barot
ઔદ્યોગિક વિસ્તારો વધુ હોવાથી પોલીસ સ્ટાફ વધારે ફાળવવા રજૂઆત

રાજકોટ શહેર આજીડેમ પોલીસ અને ભક્તિનગર પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાત સરકારના કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના પોલીસ વડાની સૂચનાથી ત્રણ વાત તમારી ત્રણ અમારી ઝુંબેશ હેઠળ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ,એડી.પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીની સુચના,ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર અને માર્ગદર્શન હેઠળ ત્રણ વાત તમારી ત્રણ અમારી ની મીટીંગનુ આયોજન કરાયું હતું.જેમાં નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ તકે ઔદ્યોગીક વિસ્તાર લોઠડા જી.આઇ.ડી.સી. ખાતે ત્રણ વાત તમારી, ત્રણ અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના લોઠડા, કોઠારીયા સોલવન્ટ, આજીડેમ ચોકડી, માંડાડુંગર તથા અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરીયા તેમજ ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલનગર, અટીકા, વીરાણી અઘાટ વિગેરે ઇન્ડસ્ટ્રીયલ એરીયાના હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.આ મિટિંગમાં આજીડેમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર કે.જે.કરપડા તથા ભકિતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.સરવૈયા ઉપરાંતના પોલીસ અધિકારી, કર્મચારીઓ હાજર રહ્યા હતા.
પોલીસ અને પ્રજા કે જેમાં ઉદ્યોગકારો,ઔદ્યોગીક વસાહતોના રહીશો તેમજ કારીગરો વચ્ચે એકાત્મતા કેળવાય ઉપરાંત સંવાદોનુ અંતર ઘટે જેથી નાગરીકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે કોમ્યુનીટી પોલીસીંગ ખુબ જ અગત્યનું છે, પોલીસ સ્થાનિક નાગરીકોની સમસ્યાઓ અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની ફરજો નીભાવે તેમજ તે અનુસાર કામગીરીને પ્રાથમિકતા આપે તેમજ સામાન્ય પ્રજા સાથે સોહાર્દપુર્ણ વર્તન કરે તે જરૂૂરી છે, આ ભાવના ને સિધ્ધ કરવા અર્થેનો આ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમને આજીડેમ પોલીસ સ્ટેશન તથા ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એરીયાના હોદ્દેદારો તથા ઉદ્યોગકારો સાથે યોજી નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરોક્ત કાર્યક્રમમાં હાલમાં વિવિધ પ્રકારે બનતા સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે જાગ્રુતતા લાવવા અંગે,લોઠડા ખાતે મોટી સંખ્યામાં ઔદ્યોગીક એકમો આવેલ હોય જેમાં પરપ્રાંતીય ઇસમો કામ કરતા હોય ત્યાં પેટ્રોલીંગ રાખવા બાબતે રજુઆત કરી હતી.આજીડેમ તેમજ ભકિતનગર પોલીસ સ્ટેશન ખાતે વધુ પોલીસ બળ ફાળવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.આ રજુઆત ના પ્રતિભાવ સ્વરૂૂપે જેસીપી વીધી ચૌધરી દ્વારા તમામ પ્રશ્નોના શક્ય પણે મહતમ નીરાકરણ લાવવા બાહેંધરી આપવામાં આવી હતી.

Advertisement

જેસીપી વિધિ ચૌધરી દ્વારા પોલીસ વિભાગ તરફથી અપેક્ષિત ત્રણ વાત સૂચવી

(1) ઔદ્યોગીક વસાહતો તેમજ તેના કારીગરોનુ મહતમ રજીસ્ટ્રેશન કરવા આપી સૂચના
(2) પોલીસ વિભાગ દ્વારા થતા સાયબર અવેરનેશના કાર્યક્રમોનો લાભ લઇ સાયબર ફ્રોડ પ્રત્યે જાગૃતતા દાખવી સાયબર ફ્રોડનો શીકાર ન બનવા જણાવાયું હતું
(3) ટ્રાફીક નીયમોના પાલન તેમજ પોલીસ કાર્યવાહીમાં સહકાર આપવા અપેક્ષા દર્શાવી હતી
વધુમાં અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી દ્વારા રોડ અકસ્માતના કીસ્સામાં ગુડ સમીટેરીયન સ્કીમની જાણકારી આપી તેમજ પોલીસ હેલ્પલાઇન ના નંબરો ડાયલ 100, સાયબર ફ્રોડ બાબતે 1930 વિગેરે નંબરોની મદદથી સત્વરે પોલીસ મદદ મેળવવા માર્ગદર્શન તેમજ સુચન આપતા જણાવેલ કે હાલમાં પી.સી.આર. વાનના રીસ્પોન્સ ટાઇમને 10 મીનીટ થી ઘટાડવા બાબતે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત પ્રયત્નશીલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement