For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ICDSનાં રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સામેની ફરિયાદમાં ફિફાં ખાંડતા સંબંધિતો?!

12:07 PM Dec 25, 2023 IST | Sejal barot
icdsનાં રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સામેની ફરિયાદમાં ફિફાં ખાંડતા સંબંધિતો

રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વિરુદ્ધ તેના જ તાબાના એક મુખ્યસેવીકા દ્વારા રાજ્ય સરકારમાં વિવિધ જગ્યાએ લેખિત ફરિયાદ કરીને ગંભીર આક્ષેપો કરીને ખાતાકીય તપાસની માંગણી કરેલ છે.
મુખ્યસેવીકાએ કરેલ ગંભીર આક્ષેપોમાં જણાવ્યા મુજબ કે હાલના રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મિટિંગો દરમ્યાન પોતના સતા દૂર ઉપયોગ કરીને મનમાં આવે તેવા શબ્દો પ્રયોગ કરે છે મિટિંગમાં જે યોજનાકીય કામગીરી કરતા પોતાના વખાણમાં સમય દૂર ઉપયોગ કરીને સાંજે સાત વાગા સુધી ખોટી મિટિંગો ચલાવે છે ખાતાકીય તપાસ માગનાર મુખ્યસેવીકા એ મિટિંગોના સી. સી. ટી. વી. ફૂટેજ વોઇસ સાથે ચકાસણી માગણી કરી છે તો બીજું ઘણું સત્ય બહાર આવશે તેવી તેની ફરિયાદમાં જણાવેલ હવે એવું તો શું બહાર આવશે તે તપાસ થાય તો જાણવા મળશે. સાથે જણાવેલ છે કે પોષણ ટ્રેકરમાં ફરજિયાત સૌ ટકા કામગીરી ખોટી સાચી કામગીરી કરે છે અને કરાવે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પોતાની વાહવાહી મેળવવા માટે સંતાનો દૂર ઉપયોગ કરે છે મિટિંગ દરમ્યાન એકને ગોળ બાકીને ખોળ તેવી નીતિ અપનાવી કામગીરી કરી રહ્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ એ મુખ્યસેવીકા એ ગાંધીનગર કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી,સચિવ એમ ઘણા જવાબદારોએ રાજ્યકક્ષાએ તપાસ લેખિત માંગણી કરી છે. હવે એ જોવાનું રહ્યું કે બીજી રાજકોટ જિલ્લા આઇ.સી.ડી.એસ અન્ય ભ્રષ્ટાચારની ફાઈલોની જેમ રાજ્યકક્ષ એ પડતર પડીને ધૂળ ચડતી રહેશે કે ખાતાકીય તપાસ થશે? તે આગામી સમય બતાવશે કે પછી ફરિયાદી મુખ્યસેવીકાની નોકરી જોખમાશે?

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement