For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં પિતાની નજર સામે જ માસૂમ પુત્રને ટ્રકે ચગદી નાખ્યો

01:11 PM Dec 29, 2023 IST | Bhumika
ગોંડલમાં પિતાની નજર સામે જ માસૂમ પુત્રને ટ્રકે ચગદી નાખ્યો

ગોંડલ નાં ઘોઘાવદર ચોક થી રેતીચોક તરફ જતા રોડ પર માતેલા સાંઢ માફક ધસી આવેલા ટ્રક ચાલકે ત્રણ વર્ષ નાં માશુમ બાળક ને હડફેટે લેતા ટ્રક નાં પાછળ નાં જોટામાં આવી જવાથી ગંભીર ઇજાને કારણે બાળક નું કરુણ મોત નિપજ્યુ હતુ.
પ્રાપ્ત વિગત મુજબ સાંજનાં સુમારે રેતીચોક તરફથી પૂરપાટવેગે આવી રહેલા ટ્રકચાલકે રોડ પાસે રમી રહેલા વિવાન સુનિલભાઇ ગણાવા (ઉ.3) ને હડફેટે લેતા માશુમ નું ઘટનાસ્થળે મોત નિપજયું હતું.
વિવાન નાંપિતા સુનિલભાઇ મુળ દાહોદ ના અને હાલ ગોંડલ મોવિયા રોડ પર આવેલા સિમેન્ટ નાં કારખાના માં મજુરીકામ કરેછે.સંતાન માં બે પુત્રો જેમા મૃતક નાનો હતો.
બનાવ અગે સીટી પીએસઆઇ ગોયલે તપાસ હાથ ધરીછે. તેમજ ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ આદરી છે. માસુમ દીકરાનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલ હાઇવે પર તેમજ માર્કેટ વિસ્તારોમાં ટ્રકના ચાલકો બેફામ વાહન ચલાવી અકસ્માત સર્જે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement