For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરિણીત પ્રેમિકાનો પરિવાર છૂટાછેડા માટે પાંચ લાખ માગતો હોવાના આરોપ સાથે પ્રેમીએ ઝેર પીધુ

01:07 PM Dec 22, 2023 IST | Sejal barot
પરિણીત પ્રેમિકાનો પરિવાર છૂટાછેડા માટે પાંચ લાખ માગતો હોવાના આરોપ સાથે પ્રેમીએ ઝેર પીધુ

વીરપુરમાં રહેતા યુવકને જબલપુરની યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો અને બાદમાં પ્રેમિકાના અન્ય સ્થળે લગ્ન થઈ જતા પ્રેમી પરિણીત પ્રેમિકાને પામવા પ્રયાસ કરી રહ્યો છે ત્યારે પ્રેમિકાના પરિવારે છૂટાછેડા માટે રૂૂ.5 લાખની માંગણી કરતા પ્રેમીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વીરપુરમાં બસ સ્ટેશન સામે રહેતા મયુર મનસુખભાઈ સોલંકી નામનો 18 વર્ષનો યુવાન રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વીરપુર પોલીસને જાણ કરતા વિસપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર મયુર સોલંકીને છેલ્લા પાંચ વર્ષથી હેતુ નામની યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો અને બાદમાં છેલ્લા ચારેક વર્ષથી યુવતીના પરિવારે યુવતીના અન્ય સ્થળે લગ્ન કરી નાખ્યા હતા તેમ છતાં મયુર સોલંકી પોતાની પ્રેમિકાને પામવા પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પ્રેમિકાના પરિવારે છૂટાછેડા કરવા માટે રૂૂ.5 લાખની માંગણી કરતા મયુર સોલંકીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement