For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લગ્નના 27 વર્ષ બાદ પતિ બીજી પત્નીને લાવી પ્રથમ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

02:12 PM Dec 21, 2023 IST | Sejal barot
લગ્નના 27 વર્ષ બાદ પતિ બીજી પત્નીને લાવી પ્રથમ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતી પરિણીતાએ સુરત ખાતે રહેતા પતિ સામે બીજી પત્ની લાવીને તેને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકયાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના વાસાવડ ગામે રહેતા સબાનાબેન આહમદભાઈ બકાલી (ઉ.45) નામની મેમણ મહિલાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુરત કીમચોકડી રોયલ પાર્કમાં રહેતા પતિ આહમદ હનીફભાઈ બકાલીનું નામ આપ્યું છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મહિલાના 27 વર્ષ પહેલા મુળ ધોરાજીના આહમદ બકાલી સાથે લગ્ન થયા હતાં અને સુખી લગ્ન જીવન દરમિયાન ચાર દીકરી અને એક દિકરાની પ્રાપ્તી થઈ હતી. લગ્નના 10-12 વર્ષ ધોરાજી રહ્યા બાદ પતિ પત્ની સુરત રહેવા જતાં રહ્યા હતાં.
પતિ રંગીનમીજાજનો હોય અને અવારનવાર કીધા વગર બહાર જતો હોય પત્ની ‘કયાં જાવ છો ? તેમ પુછતાં’ ઝઘડા કરતો હતો. ચારેક વર્ષ પહેલા પતિ દુબઈ ગયો હતો અને ત્યાં બીજા લગ્ન કરી લીધા હતાં અને ભારત પરત ફર્યા બાદ પત્નીને મજાક મજાકમાં બીજા લગ્ન કરી લીધાની વાત કરી હતી. ત્યારબાદ થોડાસમય પહેલા ફરી પતિ દુબઈ ગયો હતો અને બીજી પત્નીને સુરત તેડી લાવ્યો હતો અને બીજા લગ્નના ફોટા પ્રથમ પત્નીને મોકલી આપ્યા હતાં. પતિએ બીજા લગ્ન કરી લીધાની પ્રથમ પત્નીને જાણ થતાં તેનો વિરોધ કરતાં પતિએ ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે ગોંડલ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ સામે ત્રાસ આપી પરિણીતાને કાઢી મુકવા અંગેનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement