For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અદાણી કંપની ફૂડ કચરામાંથી ગેસ ઉત્પાદન કરી મનપાને વાર્ષિક 1 કરોડ આપશે

05:24 PM Dec 22, 2023 IST | Sejal barot
અદાણી કંપની ફૂડ કચરામાંથી ગેસ ઉત્પાદન કરી મનપાને વાર્ષિક 1 કરોડ આપશે

રાજકોટ શહેરના રેસ્ટોરન્ટ હોટલ તથા વોકર્સઝોન અને ઘરે ઘરેથી લેવામાં આવતા ભીના કચરા અને ફૂડ વેસ્ટનો નિકાલ કરવો અઘરો બન્યો છે. પરિણામે મહાનગરપાલિકાએ ફૂડ કચરામાંથી ગેસ ઉત્પાદન કરતી કંપનીઓને આમંત્રીત કરી હતી. અલગ અલગ કંપનીઓએ પ્રીમીયમ રજૂ કરેલ જેમાં સૌથી વધુ પ્રીમીયમ અદાણી ગેસ એજન્સીએ આપતા હવે શહેરમાંતી એકઠા થતા 250 મે.ટ્રીક ટન ફૂડ કચરામાંથી મિથોનેશન ગેસ બનાવવાની કામગીરી હાથ ધરાશે 15 માસમાં પ્રોજેક્ટ ચાલુ થઈ જશે તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, રાજકો શહેરમાથી એકઠા થતા 600 મેટ્રીક ટન કચરાનો નિકાલ નાકરાવાડી ડંપ ખાતે કરવામા આવી રહ્યો છે. જ્યાં વેસ્ટ ટુ એનર્જી કંપની દદ્વારા કચરાનું પ્રોસેસીંગ કરી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ હોટલ રેસ્ટોરન્ટ તેમજ અન્ય સ્થળેથી નિકળતા ભીના અને ફૂડ કચરાનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો છે. અન્ય મહાનગરપાલિકાઓમાં ફૂડ કચરાના નિકાલ માટે ગેસ ઉત્પાદન પધ્ધતિ અમલમાં મુકી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ પણ ટેન્ડર પ્રસિધ્ધ કર્યા હતા. એમાં અમુક સરકારી કંપનીઓ અને અમુક પ્રાયવેટ કંપનીઓએ પોતાના ભાવ રજૂ કર્યા હતા. સરકારી કંપનીઓ દ્વારા ફક્ત કચરાનું પ્રોસેસીંગ કરી ગેસ ઉત્પાદન કરી આપ્યા બાદ મનપાને વળતર ન આપીએ તેવું જણાવેલ જ્યારે પ્રાયવેટ કંપનીઓએ અલગ અલગ પ્રમીયમ ભર્યા હતાં જેમાં અદાણી ગેસ એજન્સીએ નાકરાવાડી ડંપ ખાતે જગ્યા મળે તો ગેસ ઉત્પાદનની તૈયારી દર્શાવીહ તી અને વાર્ષિક એક કરોડ રૂપિયા પ્રીમીયમ પેટે મહાનગરપાલિકાને આપવાની દરખાસ્ત રજૂ કરેલ. આથી મનપાએ અદાણી ગેસ એજન્સીને કચરામાંથી ગેસ ઉત્પાદન કરવાનું કામ આપવાનો નિર્ણય લીધો છે. કમિશનરે વધુમાં જણાવેલ કે, મહાનગરપાલિકા દ્વારા દરેક વોકર્સઝોન તેમજ ખાણીપીણાના ધંધાર્થીઓ અને હોટલ રેસ્ટોરન્ટમાંથી ભીનો કચરો અને ફૂડ કચરો એકઠો કરી નાકરાવાડી ડંપ ખાતે એજન્સીના પ્લાન સુધી પહોંચતો કરવાનો રહેશે. ત્યાર બાદ કંપની દ્વારા આ કચરાનું પોસેસીંગ કરી તેમાંથી મિથોનેશન ગેસ ઉત્પન કરવામાં આવશે. જ્યારે પ્રોસેસીંગ દરમિયાન બાકી રહેલા કચરાનું ખાતર બનાવી તેનો અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણ તેમજ અન્ય ગ્રીનરી માટ ઉપયોગ કરવામાં આવશે. મહાનગરપાલિકાનો હેતુ ફક્ત કચરાના નિકાલ માટનો હતો પરંતુ અદાણી કંપની દ્વારા કચરાનો નિકાલ કરીને રૂા. 1 કરોડ જેટલી મોટી રકમ મહાનગરપાલિકાને આપશે જે સારી બાબત કહેવાય.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement