For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં પાંચ લાખ પડાવવાની ઘટનામાં પુરાવાના અભાવે આરોપીનો નિર્દોષ છુટકારો

12:36 PM Dec 19, 2023 IST | Sejal barot
ગોંડલમાં પાંચ લાખ પડાવવાની ઘટનામાં પુરાવાના અભાવે આરોપીનો નિર્દોષ છુટકારો

ગોંડલ માં ઘાકઘમકી આપી પૈસા પડાવવાની ચર્ચિત બનેલી ઘટનાં માં પુરાવાનાં અભાવે કેસ સાબીત ના થતા અદાલત દ્વારા નિર્દોષ છુટકારો થવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં ફેઝલભાઇ અમીનભાઇ ગાજીયાણી એ બશીર યુનુશભાઇ શેખા વિરૃધ્ધ પોતે મકાન બનાવતા હોય મકાન બનાવવું હોય તો રુ.પાંચ લાખ આપવા પડશે તેવી ધાકધમકી આપી રુ.વીસ હજાર પડાવી વઘુ પૈસા પડાવવા દબાણ કરતા હોય ફેઝલભાઇ એ બશીર શેખા સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે કલમ 384 મુજબ કાર્યવાહી કરી હતી. દરમિયાન અત્રે ની બીજા એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેહુલ પરમાર ની કોર્ટ માં કેસ ચાલી જતા ફરીયાદી ફેઝલભાઇ એ પોતાની જુબાનીમાં જણાવેલ કે બનાવ સમયે બશીર શેખા સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી.તે સિવાય બીજુ કંઇ થયુ નહતુ.આરોપીએ મારી પાસેથી પૈસા માંગ્યા હોય અને મેં આપ્યા હોય તેવુ બનેલ નથી.આમ ફરીયાદ ખોટી હોય પુરાવાનાં અભાવે બશીર યુનુશભાઇ શેખા ને નિર્દોષ છોડી મુકતો ચુકાદો જાહેર કર્યો હતો.આરોપી પક્ષે એડવોકેટ દિનેશભાઈ પાતરે દલીલ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement