For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના બાંન્દ્રા ગામે ગ્રામ પંચાયતના નબળા કામની ફરિયાદ કરનાર યુવાન પર હુમલો

11:52 AM Dec 12, 2023 IST | Sejal barot
ગોંડલના બાંન્દ્રા ગામે ગ્રામ પંચાયતના નબળા કામની ફરિયાદ કરનાર યુવાન પર હુમલો

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બાંન્દ્રા ગામે ગ્રામ પંચાયત હસ્તકના પાણીની પાઈપલાઈન નાખવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ટીડીઓને અરજી કરનાર યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના બાંન્દ્રા ગામે રહેતા અને ડ્રાયવીંગ કરતા રાહુલ પરસોતમભાઈ ધોણિયા ઉ.વ.35 નામના પટેલ યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બાન્દ્રા ગામના દિલીપ ઉર્ફે દિનેશ ઘુસાભાઈ ધોણિયા, નટુભાઈ ઘુસાભાઈ ધોણિયા, ભાવિક નટુભાઈ ઘોણિયા અને વિનુભાઈ રણછોડભાઈ ધોણિયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 2021માં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ફરિયાદીના ભાભી સુમિતાબેન પ્રવિણભાઈ ધોણિયા સભ્ય તરીકે ચુંટાયા હતા. જ્યારે ગ્રામ પંચાયત હસ્તક ગામમાં પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ચાલતું હોય જે કામમાં ભ્રષ્ટાચાર થતો હોય અને હલકી ગુણવત્તાનું કામ થતું હોય જે બાબતે ફરિયાદીના ભાભીએ ગ્રામજનો સાથે મળીને ટીડીઓ સમક્ષ રજૂઆત કરી ભ્રષ્ટાચારની અરજી આપી હતી.
આ અરજીનો ખાર રાખીને ગઈકાલે ફરિયાદી બાંન્દ્રાગામે પાનની દુકાને બેઠા હતા ત્યારે ચારેય આરોપીઓ ધસી આવ્યા હતા અને કેમ અમારા વિરુદ્ધ ખોટી અરજી કરે છે અને ખોટા નામ લખીને બદનામ કરે છે તેમ કહી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા આ વખતે પત્ની વચ્ચે છોડાવવા આવતા તેને પણ ધક્કો મારીને પાડી દીધી હતી અને આ વખતે જવા દઉ છુ બીજી વાર નહીંમુકુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ચારેય હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement