For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં પેટિયું રળવા આવેલા ચુડાના યુવકને કામ ધંધો નહી મળતા એસિડ પીધું

12:31 PM Dec 16, 2023 IST | Sejal barot
રાજકોટમાં પેટિયું રળવા આવેલા ચુડાના યુવકને કામ ધંધો નહી મળતા એસિડ પીધું

ચુડા તાલુકાના ચુડા ચોકડી ગામે રહેતો યુવાન રાજકોટમાં પેટીયું રળવા માટે આવ્યો હતો પરંતુ યુવકને કામ ધંધો નહીં મળતા યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચુડાનાં ચુડા ચોકડી ગામે રહેતો વિજય વાસુદેવભાઈ મેસવાણિયા નામનો 22 વર્ષનો યુવાન રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલી રવિવારી બજાર પાસે હતો ત્યારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. યુવાનને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં વિજય મેસવાણીયા એક ભાઈ ત્રણ બહેનમાં નાનો છે. અને પોતાના ગામથી રાજકોટમાં પેટીયુ રળવા માટે આવ્યો હતો પરંતુ કોઈ કામ ધંધો નહીં મળતા વિજય મેસવાણિયાએ એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement