For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપરમાં કારખાનામાં કામ કરતા શ્રમિક યુવકને ગળાના ભાગે ઇજા પહોંચતા મોત

12:22 PM Dec 05, 2023 IST | Sejal barot
શાપરમાં કારખાનામાં કામ કરતા શ્રમિક યુવકને ગળાના ભાગે ઇજા પહોંચતા મોત

શાપરમાં કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાનને અકસ્માતે ગળાના ભાગે ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું કરૂૂણ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા અને સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો પુષ્પેન્દ્ર કળુભાઇ શ્રીવાસ્તવ નામનો 26 વર્ષનો યુવાન કારખાનામાં કામ કરતો હતો. ત્યારે અકસ્માતે લોખંડની ડાયનું ટુલ્સ ગળાના ભાગે લાગી ગયું હતું. ગંભીર ઇજા પહોંચતા યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ટંકારના મિતાણા ગામે રહેતા દિલીપભાઈ નાનજીભાઈ ભાગીયા નામના 44 વર્ષના પ્રૌઢ સાંજના સાતેક વાગ્યાના અરસામાં મિતાણા ગામની સીમમાં ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા ત્યારે નેકનામ રોડ ઉપર પહોંચતા પાછળથી ધસી આવેલી કારના ચાલકે ટ્રેક્ટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ટ્રેક્ટર ચાલક પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement