For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સાધનોની ચકાસણી માટે રૂટીન મોકડ્રીલ યોજાઇ

04:59 PM Dec 18, 2023 IST | Sejal barot
સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સાધનોની ચકાસણી માટે રૂટીન મોકડ્રીલ યોજાઇ

ચીનમાં કોરના બાદ બાળકોમાં ફરી ભેદી તાવનો રોગચાળો ફાટી નિકળતા તેની સંભવીત અસર સામે ગુજરાતના આરોગ્ય તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલમાં સાધનો બરાબર છે કે નહી તેની ચકાસણી કરવા આજે કલેક્ટર તંત્ર દ્રારા મોકડ્રીલ યોજવામાં આવી હતી..
કલેક્ટર કચેરીના સુત્રોના જણાવ્યાનુંસાર રાજકોટ શહેર સહિત જિલ્લામાં કુલ 81 સરકારી હોસ્પિટલ આવેલી છે તેમાં આજે કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને રાજકોટની સરકારી હોસ્પિટલમાં બેડ,ઓકસીજન પ્લાન્ટ સહિતના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. બુધવારે ગોંડલ, ધોરાજી,જસદણ સહિતના તાલુકામાં આવેલી સરકારી હોસ્પિટલનું મામલતદાર-પ્રાંત અધિકારી દ્રારા મોકડ્રીલ કરી અહેવાલ કલેક્ટરને સોંપવામાં આવશે. છેલ્લા એક પખવાડીયામાં રાજ્ય સરકાર દ્રારા બે વખત ચકાસણી કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએસએ પ્લાન અને ઓકસીજન ટેંકની ચકાસણી કરવામાં આવી હતી. આજે યોજવામાં આવેલી મોકડ્રીલ દરમિયાન સિવિલ હોસ્પિટલના આરએમઓ હર્ષદ દૂસરા, નર્સિંગ ના સુપ્રીમ ટેન્ડર હેમાલીબેન વ્યાસ ડોક્ટર કોમલ ડોડીયા વહીવટી અધિકારી આર એચ ચૌહાણ અંકિતાબેન કલેકટર કચેરીના ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હોવાનું ડો. ઓમદેવસિંહ ગોહિલએ જણાવ્યું હતું

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement