For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટોસ્ટમાં ખાંડની જગ્યાએ સેકરીન અને કલરની ભેળસેળ

05:11 PM Dec 15, 2023 IST | Sejal barot
ટોસ્ટમાં ખાંડની જગ્યાએ સેકરીન અને કલરની ભેળસેળ

શહેરમાં ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે. બાળકોને ખાવાની ચીજોમાં પણ ભેળસેળ કરવા લાગ્યા છે. છતાં તેઓનું પેટ ભરાતું નથી થોડા સમય પહેલા ફૂડ વિભાગ દ્વારા એલચીરસ ટોસનો નમુનો લેવામાં આવેલ જેના રિપોર્ટમાં ટોસ્ટમાં ખાંડની જગ્યાએ સેકરીન અને સિન્થેટિક ફ્રૂટ કલરની ભેળસેળ ખુલતા દુકાનદાર વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ફૂડ વિભાગે 21 દુકાનોમાં ચેકિંગ હાથ ધરી 15 નમુનાની સ્થળ ઉપર ચકાસણી કરી 8 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી કેક અને લુઝ ચાની ભુકીના ચાર નમુના લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા ભારત બેકરી પ્રા. લી., ભીલવાસ ચોક, ઠક્કર બાપા છાત્રાલય રોડ, ઇગલ પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ મુકામેથી હિતેશભાઈ દયાળજીભાઈ બુધ્ધદેવ પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ સ્પે. એલચી રસ (250 ગ્રામ પેક્ડ)નો નમૂનો સેકરીન તથા સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલોની હાજરી કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. પેડક રોડ વિસ્તારમાં આવેલ (01)અક્ષર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શક્તિ કોઠી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)જય સોમનાથ પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04) ચિલ્ડ હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)કનૈયા દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)વિસોતમા સોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)સાહેબ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)જે ભગવાન ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (09)મધુર બેકરી (10) મહાદેવ દાળપકવાન (11)યુવરાજ દાળપકવાન (12) જય ગણેશ મદ્રાસ કાફે (13) પ્રિન્સ બદામ શેક (14) જય મુરલીધર ઘૂઘરા (15) પટેલ ખમણ (16) અવધ ડેરી ફાર્મ (17) રાજ બેકરી (18)ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (19)સ્વાદિષ્ટ દાળપકવાન (20)પટેલ વિજય ડેરી ફાર્મ (21)જલારામ સ્વીટસની ચકાસણી કરવામાં આવેલ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement