For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોધિકાના અનિડા ગામેથી ઈકો કારની ચોરી કરીને નીકળેલી ગેંગ કાલાવડમાંથી ઝડપાઈ

03:01 PM Dec 08, 2023 IST | Sejal barot
લોધિકાના અનિડા ગામેથી ઈકો કારની ચોરી કરીને નીકળેલી ગેંગ કાલાવડમાંથી ઝડપાઈ

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અનીડા ગામે ગઈકાલે મોડીરાત્રિનાં ઈકો કારની ઉઠાંતરી કર્યા બાદ મોટા ગુનાને અંજામ આપવા નીકળેલી ગેંગને કાલાવડ પોલીસે ફિલ્મીઢબે પીછો કરી ઝડપી લીધી હતી. પોલીસની નાકાબંધી તોડીને નાસી રહેલા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી આગવી ઢબે પુછપરછ કરતાં ઈકો કાર ચોરી કરીને નીકળ્યા હોવાની કબુલાત આપી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, લોધિકા તાલુકાના અનીડા ગામે રહેતા જીતેન્દ્રભાઈ વિનોદભાઈ ગડચર (ઉ.34)ની માલિકીની રૂા.અઢી લાખની કિંમતની ઈકો કાર અનીડા ગામે લાખાભાઈ કાળુભાઈ બાંભવાના ઘર પાસે ખુલ્લી જગ્યામાં રાખી હોય જે કારની ગઈકાલે મોડીરાત્રે દોઢ વાગ્યે ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લોધિકાના અનીડા ગામેથી ઈકો કારની ચોરી કરી નીકળેલા પાંચ શખ્સો મોડીરાત્રે કાલાવડ ગામે પોલીસની નાકાબંધી તોડીને નાસી છુટયા હતાં. પોલીસે ઈકો કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ઉભી નહીં રહેતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઈકો કાર ઝડપી લીધી હતી અને તેમાં બેઠેલા પાંચ શખ્સોની ધરપકડ કરી આગવી ઢબે પુછપરછ કરતાં લોધિકાના અનિડા ગામેથી ઈકો કારની ચોરી કર્યાની કબુલાત આપી છે.
પાંચેય શખ્સોએ કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે ઈકો કારની ચોરી કર્યાનું પોલીસે જણાવ્યું છે. આ કામગીરી કાલાવડના પીઆઈ વી.એસ.પટેલ, પીએસઆઈ જે.એસ.ગોવાણી, સંજયભાઈ બાલીયા, નવલભાઈ આસાણી સહિતના સ્ટાફે કરી પાંચેય આરોપીઓને લોધિકા પોલીસને હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement