રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેરના વાણિયાવાડીમાં ભાવિ ઇલેક્ટ્રિક એન્જિનિયરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

04:13 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટમાં આત્મહત્યાના પ્રયાસ અને આપઘાતની ઘટના વધી રહી હોય તેમ દરરોજ અનેક લોકો આત્મઘાતી પગલા ભરી રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ધંધુકાથી રાજકોટ અભ્યાસર માટે આવેલા ભાવિ ઈલેક્ટ્રીક એન્જિનિયરને એડમિશન નહીં મળતા છૂટક ઇલેક્ટ્રિક કામ કરી પરિવારને આર્થિક મદદ કરતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ભક્તિનગર સર્કલ આવેલા વાણીયાવાડીમાં રૂૂમ ભાડે રાખી રહેતા ધંધુકાના વિશાલ જયંતીભાઈ પરમાર નામનો 21 વર્ષનો યુવાન એપાર્ટમેન્ટના ચોથા માળે પોતાના રૂૂમમાં હતો ત્યારે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ ઘટના અંગે જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિશાલ પરમાર મૂળ ધંધુકાનો વતની હતો અને બે ભાઈમાં મોટો હતો. વિશાલ પરમાર ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને છેલ્લા ત્રણેક માસથી રાજકોટમાં અભ્યાસર માટે આવ્યો હતો. પરંતુ વિશાલ પરમારને કોઈ કોલેજમાં એડમિશન નહીં મળતા વિશાલ પરમાર છુટક ઈલેક્ટ્રીક કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો અને આજે રૂૂમ પાર્ટનર બહાર ગયા બાદ વિશાલ પરમારે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ભક્તિનગર પોલીસ મથકના એ.એસ.આઈ. યાસ્મીનબેન જરગેલા અને રાઇટર મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફે યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Advertisement

Tags :
A future electrical engineer cut short his life by strangulationcity'sinTheVaniyawadi
Advertisement
Next Article
Advertisement