રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિવિલ હોસ્પિટલના માનસિક વોર્ડમાં આગ ભભૂકી

04:24 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

શહેરની પીડીયુ સીવીલ હોસ્પિટલમાં આવેલા માનસીક વોર્ડમાં આજે બપોરના સમયે સોર્ટસર્કિટથી આગ લાગતા દર્દીઓના જીવ અધ્ધરતાલ થઈ ગયા હતા. તેમજ વોર્ડમાં રહેલા દર્દીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તેમજ ત્યાં હાજર તબીબોએ ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર બ્રીગેડનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ત્યાં જઈ તપાસ કરતા માનસીક વોર્ડનીમા આવેલી સીડી નીચે આવેલા ઈલેક્ટ્રોનીક સ્વીચબોર્ડમાં સોર્ટસર્કીટ થયું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ફાયર બ્રીગેડના સ્ટાફે તુરંત આગ બુઝાવી નાખી હતી. આગ લાગ્યાની જાણ થતા જ આજુબાજુના લોકો તુરંત માનસીક વોર્ડ પાસે એકઠા થઈ ગયા હતા. જો કે, બનાવથી કોઈ જાનહાની થઈ ન હતી. અને તબીબોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

Advertisement

Tags :
A fire broke out in the psychiatriccivilhospitalofTheWard
Advertisement
Next Article
Advertisement