રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુખ્ય માર્ગ પર નડતર રૂપ 75 રેંકડી, કેબીન, 1337 બોર્ડ-બેનર, પાથરણાં જપ્ત

04:50 PM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન અને સુચના અનુસાર દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:01/12/2023થી તારીખ:14/12/2023 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ જે અંતર્ગત 75 રેકડી કેબીન, 1337 બોર્ડ બેનર, 2357 શાકભાજી ફળ તેમજ 245 પરચુરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
જગ્યારોકાણ વિભાગ દ્વારા છોટુનગર, હેમુગઢવી હોલ, આનંદ બંગલા પાસે, મવડી મેઈન રોડ, હરીહર ચોક, રામાપિર ચોકડી, નાના મૌવા, એસ્ટ્રોન નાલા પાસે, જીવરાજ પાર્ક, યુનિ.રોડ પંચાયત ચોક, એસ.કે.ચોક, ગ્રિનલેન્ડ ચોકડી, ધરાર માર્કેટ, જંગલેશ્વર માર્કેટ પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 75 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી તેમજ જામનગર રોડ, એરપોર્ટ સામે, બજરંગવાડી, પોસ્ટ ઓફિસ રોડ, રેલ્વે જંકશન રોડ, પોપટપરા નાલા પાસે, લક્ષ્મિનગર નાલા પાસે, આનંદ બંગલા, ગુરુપ્રસાદ ચોક., મવડી મેઈન રોડ, ધ્રુવનગર, મવડી મેઈન રોડ, હરિહર ચોક, રેલ્વે જંકશન રોડ, રૈયા રોડ, અમિન માર્ગ, ગ્રિનલેન્ડ ચોકડી, સાધુવાસવાણી રોડ, જીવરાજ પાર્ક, રામાપીર ચોકડી પરથી જુદીજુદી અન્ય 245 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત આજે રેલ્વે જંકશન રોડ, પોસ્ટ ઓફિસ રોડ, જ્યુબેલી, લક્ષ્મિનગર નાલા પાસે, રામાપીર ચોકડી, પંચાયત ચોક, ચંદ્રેશનગર, જીવરાજ પાર્ક, રવિવારી બજાર, આજીડેમ પાસેથી 2357 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. રાજકુમાર કોલેજ, સાંગણવાચોક, કોઠારીયા રોડ, ન્યુ થારોળા, અમૂલ સર્કલ, યુનિ.રોડ, અમ્રૂત છાયા હોલ, સંતકબીર રોડ પાસેથી 1337 બોર્ડ-બેનર જપ્ત કર્યા હતા.

Advertisement

Tags :
1337 board-banners75 rankscabinsfurnituremainonroadseized
Advertisement
Next Article
Advertisement