For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બારની ચૂંટણીમાં 64.47% મતદાન : 44 ઉમેદવારોનું ભાવિ સાંજે ખૂલશે

04:35 PM Dec 22, 2023 IST | Sejal barot
બારની ચૂંટણીમાં 64 47  મતદાન   44 ઉમેદવારોનું ભાવિ સાંજે ખૂલશે

રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસીએશનમાં આજે ચૂંટણી યોજાઈ છે. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે સવારથી 9 વાગ્યાથી મતદાન શરૂૂ થઈ ગયું છે. બપોરે 3 વાગ્યા સુધી વકીલઓએ મતદાન કરતાં 64.47 ટકા મતદાન નોંધાયું હતું. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં જંપલાવનાર પ્રમુખ સહિતના વિવિધ 16 હોદા ઉપર 43 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં કેદ થયું છે. બપોર બાદ મતગણતરી થતા જ સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીના પરિણામને લઈને વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
રાજકોટ બાર એસોસીએશનના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં પ્રમુખ પદ માટે ત્રણ દાવેદારો મેદાનમાં છે. જેમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના કમલેશ શાહ અને એક્ટિવ પેનલના બકુલ રાજાણી વચ્ચે સીધો જંગ જામશે તો આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે સિનિયર ધારાશાસ્ત્રી હરીસિંહ વાઘેલા પણ મેદાનમાં છે. ઉપપ્રમુખ, સેક્રેટરી અને લાયબ્રેરી સેક્રેટરીના હોદ્દા માટે બે-બે દાવેદારો, જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ, ટ્રેઝરરમાં ચાર અને મહિલા કારોબારીમાં ત્રણ દાવેદારો તેમજ કારોબારીમાં નવ સભ્યની સંખ્યા માટે 23 ઉમેદવારો મેદાને છે. 16 પદ માટે 43 વકીલ ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ જામ્યો છે. રાજકોટ બાર એસોસિયેાનની ચૂંટણીનું સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ થયું હતું અને ત્રણ વાગ્યા સુધીમાં વન બાર વન વોટ મુજબ 3555માંથી 2292 જેટલા વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં પૂર્વ સાંસદ માવજીભાઈ માવાણી, રમાબેન માવાણી, મનપાના પૂર્વ મેયર પ્રદીપ ડવ, સ્વામી દેવપ્રકાશદાસ મહંતશ્રી ઉનાવા ગાંધીનગર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોષી, મહામંત્રી માધવ દવે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ સેનેટરી સભ્ય ભરતસિંહ જાડેજા, કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ બાથવાર, અશોકભાઈ ડાંગર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, અશોકસિંહ વાઘેલા, ભાજપ અગ્રણી મનહર બાબરીયા, કિરીટભાઈ પાઠક, દિલીપભાઈ પટેલ, પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈ, રાજકોટ શહેર લીગલ સેલના ક્ધવીનર પિયુષભાઈ શાહ, શહેર લીગલ સેલના સહ ક્ધવીનર કમલેશભાઈ ડોડીયા, સંજયભાઈ વ્યાસ, તુષારભાઈ ગોકાણી, રીપન ગોકાણી, જયદેવસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ડી. ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, વિજયભાઈ ભટ્ટ, દેવાંગ ભટ્ટ, મનીષભાઈ ખખર, મુકેશભાઈ દેસાઈ, ધીરુભાઈ પીપળીયા, ડીજીપી એસ.કે. વોરા, મહેશભાઈ જોશી, મુકેશભાઈ પીપળીયા, સમીરભાઈ ખીરા, અતુલભાઇ જોશી, પ્રશાંતભાઈ પટેલ, અનિલભાઈ ગોગીયા, તરૂૂણ માથુર, બીનલબેન રવેસિયા, સ્મિતાબેન અત્રી અને આબિદભાઈ સોસન, રૂૂપરાજસિંહ પરમાર, સુરેશ ફળદુ, ભગીરથસિંહ ડોડીયા અને જીગ્નેશ સભાડ સહિતના વકીલીએ મતદાન કરતા કુલ 64.47 ટકા મતદાન નોંધાયું છેરાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બે પેનલ વચ્ચે જંગલ ખેલાઈ રહ્યી છે ત્યારે ભારે રસાકસી ભર્યો માહોલ સર્જાયો છે રાજકોટ બાર એસોસિએશનમાં મતદાન મથક પર વકીલ મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો બપોર બાદ મત ગણતરી શરૂૂ કરવામાં આવશે અને મતગણતરી પૂર્ણ થતાંની સાથે જ પરિણામ જાહેર કરવામાં આવશે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામોને લઇને વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

ચૂંટણીમાં ઝંપલાવનાર 43 ઉમેદવારોના ભાવિનો સાંજે ફેંસલો

બાર એસોસિએશનની ચૂંટણીમાં ઝંપલાવનાર પ્રમુખ પદના ઉમેદવાર સમરસ પેનલના કમલેશ શાહ, એક્ટિવ પેનલના બકુલ રાજાણી અને હરિસિંહ વાઘેલા, ઉપપ્રમુખમાં સમરસ પેનલના સુરેશ ફળદુ અને એક્ટિવ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીમાં સમરસ પેનલના પી.સી. વ્યાસ અને એક્ટિવ પેનલના સુમિતકુમાર વોરા, જોઈન્ટ સેક્રેટરીમાં સમરસ પેનલના જ્યેન્દ્ર ગોંડલીયા, એક્ટિવ પેનલના કેતન મંડ અને મહેશકુમાર પુંધેરા, ટ્રેઝરરમાં સમરસ પેનલના રાજભા ઝાલા, એક્ટિવ પેનલના દિવ્યેશ છગ, કેતન દવે અને નીરવ પંડ્યા, લાઈબેરી સેક્રેટરીમાં સમરસ પેનલના મેહુલ મહેતા અને એક્ટિવ પેનલના સંજય જોષી, મહિલા અનામતમાં સમરસ પેનલના રેખાબેન લીંબસીયા, એક્ટિવ પેનલના રક્ષાબેન ઉપાધ્યાય અને અરુણાબેન ઉર્ફે અલ્કાબેન પંડ્યા અને નવ કારોબારી સભ્યોમાં સમરસ પેનલના અજય,સિંહ ચૌહાણ, યશ ચોલેરા, સાગર હપાણી, રણજીત મકવાણા, ભાવેશ રંગાણી, નિકુંજ શુક્લ, પ્રવિન સોલંકી, અમિત વેકરીયા અને કૌશલ વ્યાસ તેમજ એક્ટિવ પેનલના વિમલકુમાર ડાંગર, તુષાર દવે, હિરલબેન જોષી, અજય પીપળીયા, કૌશિક પોપટ, પિયુષ સખીયા, નીતિન શીંગાળા, રીતેશ ટોપીયા અને ચેતન વિઠલાપરા ઉપરાંત સ્વતંત્ર ઉમેદવાર રમેશચંદ્ર આદ્રોજા, દીપકકુમાર બારોટ, જયદેવસિંહ ચૌહાણ, અનિલકુમાર ડાકા, મિથુન ઠક્કર અને પ્રશાંત વાઢેરના ભાવિનો આજે સાંજે ફેંસલો થશે. તમામ ઉમેદવારોના પરિણામ ઉપર વકીલોની મીટ મંડાણી છે અને વકીલોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement