For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટાના મોટી પાનેલી રબારીકા ગામે બે ગોડાઉનમાંથી 51 બોરી ડુંગળીની ચોરી

11:52 AM Dec 11, 2023 IST | Sejal barot
ઉપલેટાના મોટી પાનેલી રબારીકા ગામે બે ગોડાઉનમાંથી 51 બોરી ડુંગળીની ચોરી

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી એન રબારીકા ગો એક જ વેપારીના બે ગોડાઉનમાંથી રૂા. 61.200ની કિંમતની 51 બોરી ડુંગળી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઉપલેટા તાલુકાના ઈશારા ગામે રહેતા ગોવિંદભાઈ નારણભાઈ ભીભા (ઉ.વ.55) નામના આહીર પ્રૌઢ ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ખેતી સાથે વેપાર પણ કરે છે એન ઉપલેટા તાલુકાના મોટી પાનેલી અને રબારીકા ગામે પોતાની માલીકીના બે ગોડાઉન આવેલ છે. જેમાં પોતાની ડુંગળી ભરી હતી. ઉપરોક્ત બન્ને ગોડાઉનનો વહીવટ પ્રવિણભાઈ ગાંડુભાઈ ચૌહાણ કરે છે. જ્યારે ગોડાઉનમાં રાખેલ ડુંગળીનો જથ્થો એક કરતા મોટી પાનેલીના ગોડાઉનમાંથી 36 બોરી અને રબારીકા ગામે આવેલ ગોડાઉનમાંથી 15 બોરી સ્ટોકમાં ઓછો જોવા મળી હતી. આબાબતે જાત તપાસ કર્યા બાદ ભાયાવદર પોલીસ સમક્ષ રૂા. 61.200ની કિંમતની 51 બોરી ડુંગળી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement