For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઔદ્યોગિક વિસ્તારમાં વધુ 4 મિલકતો સીલ, 36 બાકીદારોને જપ્તીની નોટિસ

04:53 PM Dec 18, 2023 IST | Sejal barot
ઔદ્યોગિક વિસ્તારમાં વધુ 4 મિલકતો સીલ  36 બાકીદારોને જપ્તીની નોટિસ

મનપાના વેરાવિભાગ દ્વારા બાકી મિલ્કત વેરા મુદ્દે પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વધુ ચાર મિલ્કત સીલ કરી 36 આસામીઓને જપ્તીની નોટિસ ફટકારી હતી. તેમજ સ્થળ પર રૂા. 8.26 લાખની સ્થળ ઉપર વેરાવસુલાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા આજે જામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.58,540, ન્યુ શક્તિ સોસાયટીમાં 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000, દિન દયાલ ઇન્ડ એરીયામાં 1-યુનિટ ને નોટીસ આપતા, કબીરવનમાં 4-યુનિટને નોટીસ આપેલ, ન્યુ જાગનાથ .પ્લોટમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.4.10 લાખ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 9-યુનિટને નોટીસ આપેલ, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂૂ.25,000, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂૂ.26,000, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.53,000, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, વાવડી વિસ્તારમાં 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂૂ.30,182, સોરઠીયાવાડીમાં 2-યુનિટને નોટીસ આપેલ, 80 ફુટ રીંગ રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ, ઓદ્યોગિક વિસ્તારમાં 3-યુનિટને નોટીસ આપેલ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂૂ.30,000, રામનગર રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂૂ.27,5000, રામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.00 લાખ, 80 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપેલ, કોઠારીયા રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપી 4-મિલ્કતોને સીલ કરેલ તથા 36- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપી રૂા.8.26 લાખની વસુલાત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement