For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રાફિકને અડચણરૂપ 28 રેંકડી, કેબિન, 46 બોર્ડ-બેનર થયા જપ્ત

04:44 PM Dec 20, 2023 IST | Sejal barot
ટ્રાફિકને અડચણરૂપ 28 રેંકડી  કેબિન  46 બોર્ડ બેનર થયા જપ્ત

જગ્યારોકાણ વિભાગ દ્વારા ટ્રાફિકમાં નડતરરૂપ 28 રેકડી કેબીન અને 46 બોર્ડબેનર જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ વોકર્સઝોનમાં ચકાસણી હાથ ધરી 584 કિલો સડેલા શાકભાજીનો નાશ કરી દબાણ કરતાઓને નોટીસ આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.15/12/2023 થી તારીખ.18/12/2023 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકાના દબાણખાતા વિભાગ દ્વારા આજે આનંદ બંગલા ચોક પાસે, મવડી મેઈન રોડ, હરીહર ચોક, રામાપિર ચોકડી, નાના મૌવા, એસ્ટ્રોન નાલા પાસે, જીવરાજ પાર્ક, યુનિ.રોડ પંચાયત ચોક, એસ.કે.ચોક, પુષ્કરધામ મેઈન રોડ, ધરાર માર્કેટ પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 28 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. લક્ષ્મિનગર નાલા પાસે, આનંદ બંગલા, ગુરુપ્રસાદ ચોક., મવડી મેઈન રોડ, હરિહર ચોક, રેલ્વે જંકશન રોડ, રૈયા રોડ, અમિન માર્ગ, સાધુવાસવાણી રોડ, જીવરાજ પાર્ક, રામાપીર ચોકડી પરથી જુદીજુદી અન્ય 65 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. પુષ્કરધામ મેઈન રોડ, લક્ષ્મિનગર નાલા પાસે, રામાપીર ચોકડી, પંચાયત ચોક, ચંદ્રેશનગર, જીવરાજ પાર્ક, આજીડેમ, રેલ્વે જંકશન રોડ, જ્યુબેલી પાસેથી 584 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ હતીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement