રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બે માસમાં ખોવાયેલા 28 મોબાઇલ સીઇઆઇઆર પોર્ટલથી પરત મળ્યા

12:39 PM Dec 08, 2023 IST | Sejal barot
Advertisement

કોઈ પણ વ્યક્તિ પોલીસ મથકમાં જઈ સેન્ટ્રલ ઈકિવપમેન્ટ આઈડેન્ટીટી રિપોર્ટ એટલે કે સીઈઆઈઆર પોર્ટલમાં પોતાના ચોરી, ગુમ થયેલા કે પડી ગયેલા મોબાઈલ ફોન બાબતે ફરિયાદ કરે છે.આ પોર્ટલમાં ફરિયાદ કરવાથી ચોરી,ગુમ કે પડી ગયેલા મોબાઈલમાં જો બીજુ કોઈ સીમકાર્ડ એકટીવેટ થાય તો તુરંત પોલીસને તે સીમકાર્ડ ધારકનું નામ,સરનામું અને લોકેશન મળી જાય છે. જેના આધારે પોલીસ તેને બોલાવી મોબાઈલ કબ્જે લઈ તેના મૂળ માલીકને પરત કરે છે.
બી-ડિવીઝન પોલીસે સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી છેલ્લા બે મહિનામાં મળેલી ફરિયાદોના કિસ્સાઓમાં મોબાઈલ ફોન ટ્રેસ કરી રૂૂા.ર.80 લાખની કિંમતના 28 ચોરાઉ, ગુમ કે પડી ગયેલા મોબાઈલ ફોન પરત મેળવી તેના મૂળ માલીકોને સોંપી દીધા છે.હાલમાં મોબાઈલ ફોન ચોરીની સમસ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે.તે જ રીતે ઘણા લોકો દરરોજ કોઈ સ્થળે મોબાઈલ ભૂલી જાય છે કે તેમના ખીસ્સામાંથી પડી જાય છે.આવા કિસ્સાઓમાં ભોગ બનેલા લોકો સંબંધીત પોલીસ મથકમાં સંપર્ક કરી સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી પોતાનો મોબાઈલ ફોન પરત મેળવવાનો પ્રયાસ કરી શકે છે.

Advertisement

Tags :
28 mobile phones lost in two monthsCEIRfromportalrecovered
Advertisement
Next Article
Advertisement