For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના કાંગશિયાળી ગામે ટાટા કંપનીના સ્ટોક યાર્ડમાંથી 2.85 લાખની બેટરી ચોરાઈ

12:54 PM Dec 12, 2023 IST | Sejal barot
રાજકોટના કાંગશિયાળી ગામે ટાટા કંપનીના સ્ટોક યાર્ડમાંથી 2 85 લાખની બેટરી ચોરાઈ

રાજકોટ શહેરની ભાગોળે આવેલ કાંગશિયાળી ગામની સીમમાં ટાટા કંપનીના સ્ટોક યાર્ડમાં પડેલ ડમ્પર અને આઈસરમાંથી તસ્કરો 2.85 લાખના કિંમતની 19 બેટરી કાઢી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલ ગોપાલ ચોક આદિત્ય હાઈટ્સમાં રહેતા યશભાઈ નરેશભાઈ ગોટેજા ઉ.વ.25એ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા સખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી કાંગશિયાળી ગામની સીમમાં ટાટા જીતેન્દ્ર ઓટો મોબાઈલ્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.
જ્યારે કાંગશિયાળી ગામની સીમમાં ડેલો ભાડે રાખી તેમાં ટાટા કંપનીના ડમ્પર, આઈસર સહિતના વાહનો રાખવામાં આવે છે. ગત તા. 5-12-23ના રાત્રીના તસ્કરોએ ડેલામાં પ્રવેશ કરી જુદા જુદા આઈસર અને ડમ્પરમાંથી કુલ 2.85 લાખની કિંમતની 19 બેટરી કાઢી ગયા હતા.
રાત્રીના ટાટા કંપનીના ડેલામાં ચોકીદાર અને સિક્યોરીટીમેન સુઈ ગયા બાદ તસ્કરોએ આ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જુદા જુદા આઈરમાંથી 7 બેટરી અને જુદા જુદા ડમ્પરમાંથી 12 બેટરી કાઢી ગયા હતા.
આ બનાવ અંગે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement