રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણ તાલુકાના સાણથલી ગામે આરૂણી શૈક્ષણિક સંકુલમાંથી 2.50 લાખની ચોરી

11:51 AM Dec 09, 2023 IST | Sejal barot
Advertisement

જસદણ તાલુકાના સાણથલી ગામે શૈક્ષણિક સંકુલમાંથી અઢી લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. જસદણ તાલુકાના સાણથલી ગામે આવેલ આરુણી શૈક્ષણિક સંકુલના સંચાલક મુકેશભાઈ ખૂટે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે કરેલી લેખિત રજૂઆત મુજબ જસદણ તાલુકાના સાણથલી ગામે તેમના દ્વારા સંચાલિત આરૂૂણી શૈક્ષણિક સંકુલમાં ચોરીનો બનાવ મધ્ય રાત્રિએ બનેલ છે. શાળાની ઓફિસના કબાટમાં રાખેલા અંદાજે રૂૂપિયા 2,50,000 ની રોકડ રકમ તસ્કર ઉઠાવી ગયા હતા. જોકે સમગ્ર ઘટના શાળાની ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી કેમેરાના રેકોર્ડ મુજબ અંદાજે રાત્રે અઢી વાગ્યે ચોરીનો બનાવ બનવા પામ્યો છે. જોકે ચોરી કરનાર શખ્સ મોઢા ઉપર બુકાની બાંધી આવેલો હોય સીસીટીવી કેમેરામાં પણ તેમનો ચહેરો સ્પષ્ટ ઓળખી શકાય તેમ નથી. જાણ ભેદુ છે કે અન્ય કોઈ શખ્સ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. એચ. સિસોદિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂૂ કરી છે. ચોરીના બનાવને પગલે સાણથલી ગામમાં ચકચાર મચી જવા પામી છે.

Advertisement

Tags :
2.50 lakh stolen from Aruni educational complex at SanthaliJASADANJasdanofrajkottalukvillage
Advertisement
Next Article
Advertisement