For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાતાલમાં નશામાં લથડિયા ખાતા 19 નબીરા ઝપટે ચડ્યા, 31મી સુધી ઝુંબેશ

04:10 PM Dec 25, 2023 IST | Sejal barot
નાતાલમાં નશામાં લથડિયા ખાતા 19 નબીરા ઝપટે ચડ્યા  31મી સુધી ઝુંબેશ

નાતાલના તહેવારની દારૂપી ઉજવણી કરવાનું જાણે પ્રથા પડી ગઈ હોય તેમ નાતાલમાં દારૂ ઢીંચીને છાકટાવેળા કરતા શખ્સો સામે પોલીસે ગઈકાલે કોમ્બીંગ હાથ ધર્યુ હતું જેમાં નશામાં કાર કે બાઈક ચલાવતા કે લથડિયા ખાતે 19 નબીરાઓ પોલીસની ઝડપે ચડી ગયા હતા ત્યારે દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે પણ 9 શખ્સો મળી આવ્યા હતા પોલી કોમ્બીંગ દરમિયાન કુલ 38 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
ઈશુના જન્મના વધામણા કરવા માટે ગઈકાલે રાજકોટના એક ડઝનથી વધુ ચર્ચ પર ક્રિશ્ર્ચન સમુદાય એકઠો થયો હતો તો બીજીબાજુ નાતાલન પર્વને દારૂ ઢીંચી ઉજવણી કરવા નિકળેલા નબીરાઓ પણ રાજમાર્ગો પર ઉતરી પડ્યા હતાં.
જેના કારણે પોલીસે રાજકોટના તમામ રાજમાર્ગો પર બ્રેથએનેલાઈઝર સાથે ગોઠવાઈ ગઈ હતી પોલીસના વાહન ચેકીંગ દરમિયાન દારૂ પી સરપાકારે કાર ચલાવતા દિલીપ કાન્તીભાઈ મજેઠિયા ઉ.વ.44 અને માનકુભાઈ ઉર્ફે ભુપતભાઈ લખુભાઈ ખુમણ ઉ.વ.53 અને રામકુભાઈ બાવકુભાઈ માંજરિયા ઉ.વ.34 મળી આવતા ત્રણેય શખ્સોની ધરપકડ કરી બે કાર કબ્જે કરવામાં આવી હતી. આ ઉપરાંત બાઈક પર દારૂ પીને નિકળેલા કેતન પ્રવિણભાઈ રાજાણી, મનોજશ્રીપતભાઈ ચોરસિયા, હિરષ ભરતભાઈ વાઘેલા, કાનાભાઈ સોમાભાઈ ઝાલા, સુભાષ ભોલાભાઈ રાણા, રાજેશ નરશીભાઈ બાબરિયા સહિતના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના વાહનચેકીંગ દરમિયાન બાઈકમાં છરી સાથે નિકળેલા ત્રણ શખ્સો પણ ઝપટે ચડી ગયા હતા બીજી બાજુ નાતાલ પર ધુમસ્ટાઈલે બાઈક ચલાવતા 7 શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી તેમની સામે પુરઝડપે વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત પોલીસે નાતાલના પર્વ નિમિતે દારૂના ધંધાર્થીઓ સામે કોમ્બીંગ કર્યુ હતું જેમાં દેશીદારૂના જથ્થા સામે આઠ શખ્સો અને વિદેશી દારૂની એક બોટલ સાથે શખ્સની ધરપકડ કરી હતી. નાતાલના પર્વ નિમિતે પોલીસ દ્વારા ગઈકાલ રાતથી કોમ્બીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે દરરોજ રાત્રે પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ રાજમાર્ગો પર કોમ્બીંગ કરી થર્ટીફર્સ્ટ સુધી દારૂડિયાઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

Advertisement

ફાર્મહાઉસ અને ક્લબોમાં પણ પોલીસ કરશે ચેકિંગ

નાતાલના પર્વ નિમિતે દારૂના નશામાં છાકટા બનતા શખ્સો સામે દર વર્ષની માફક આ વર્ષે પણ પોલીસે કોમ્બીંગ શરૂ કર્યુ છે. ગઈકાલે રાજકોટના તમામ રાજમાર્ગો પર પોલીસ દ્વારા સઘન કોમ્બીંગ કરી દારૂ પી લથોડિયા ખાતા નબીરાઓની ધરપકડ કરી હતી. બીજી બાજુ શહેરની ભાગોળે આવેલા ફાર્મહાઉસ અને ક્લબો પણ પોલીસે વોચ ગોઠવી ચેકીંગ શરૂ કરી દેતા દારૂ ઢીંચતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement