રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણ અને ધોરાજી પંથકમાં જૂગટું ખેલતા 15 શખ્સો ઝડપાયા

11:28 AM Dec 05, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ જિલ્લામાં ફરી જુગારની મૌસમી ખીલી છે. ત્યારે જસદણ અને ધોરાજી પંથકમાં જુગાર રમતા 15 શખ્સોની પોલીસે ધરપકડ કરી 32,700ની રોકડ રકમ કબજે કરી છે. જસદણના હડમતીયા ખાંડા ગામે મેલડી માતાજીના મંદિરે સરાજાહેર જુગારની પાટલો માંડીને ખેડેલા છગનભાઇ માવજીભાઇ સરીયા (ઉ.48), જીવાભાઇ રામજીભાઇ સરીયા (ઉ.55), રાજુભાઇ લીંબાભાઇ ઝપડીયા (ઉ.37), રામજીભાઇ લખાભાઇ મકવાણા (ઉ.40), હરેશભાઇ વલ્લભભાઇ રાદડીયા (ઉ.35), વશરામભાઇ ભુરાભાઇ ઝાપડીયા (ઉ.44), છગનભાઇ હીરાભાઇ મકવાણા (ઉ.64), વલ્લભભાઇ ખોડાભાઇ મકાવાણા (ઉ.48) અને વાલજીભાઇ ઝાપડીયા (ઉ.42)ની ધરપકડ કરી રૂા.20,200ની રોકડ રકમ કબજે કરી હતી.પોલીસના દરોડા દરમિયાન જુગાર રમતા શિવરાજપુર ગામના રાણુભાઇ નાજભાઇ મોડા પોલીસને જોઇને નાસી છૂટયો હતો. બીજા એક દરોડામાં ધોરાજીના સુપેડી ગામે વાડીમાં જાહેરમાં જુગાર રમતા નાગજીભાઇ વાલજીભાઇ બુરાણી, મહેશભાઇ ધનજીભાઇ કોઠળીયા (ઉ.50), પ્રકાશ નારણભાઇ ગોવાણી (ઉ.52), ક્રાંતિલાલ છગનભાઇ ગોવાણી (ઉ.77), દુષ્યંતસિંહ મહીપલસિંહ જાડેજા (ઉ.32) અને ગોરધનભાઇ ગોપાલભાઇ ડઢાણીયા (ઉ.80)ની પોલીસે ધરપકડ કરી રૂા.12,580ની રોકડ રકમ કબજે કરી હતી.

Advertisement

Tags :
15anddhorajijugta in JasdanPanthakpersons caughtplaying
Advertisement
Next Article
Advertisement