રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગત વર્ષ કરતાં ચિકનગુનિયાના કેસમાં 120 ટકાનો વધારો

04:28 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

શહેરમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે છતાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ જોવા મળી રહ્યો છે. ડેંગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ ગત વર્ષની તુલનાએ ચિકનગુનિયાના કેસમાં અડધો અડદ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં આરોગ્યલક્ષી કામગીરી દરમિયાન આંકડા બહાર આવેલ તે મુજબ ડેંગ્યુના 5, ચિકનગુનિયાના 5, શરદી-ઉધરશ 1081, ઝાડા ઉલ્ટીના 240 નવા કેસ નોંધાયા છે. આથી આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર કામગીરી વધુ કડક બનાવી મચ્છર ઉત્તપતિ સબબ 8 આસામીઓને નોટિસ ફટકારી હતી.
મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર - 56, અર્બન આશા - 415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ 115 દ્વારા તા.04/12/23 થી તા.10/12/23 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 58,712 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 1774 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 523 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 260 અને કોર્મશીયલ 8 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Advertisement

પાન ફાકી ખાઈને જાહેરમાં થૂંકતા વધુ 11 પકડાયા

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મનપા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જાહેરમાં થુંકતા 11 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત પકડી ઈમેમો ફટકારવામાં આવ્યો હતો તેમજ ન્યુસન્સ પોઈન્ટ અને એન્ટ્રીગેઈટ ખાતેથી વધુ 47 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.09-11-2023 તથા તા.10-11-2023ના રોજ 11 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 2000 કેમેરા દ્વારા દિનભરમાં 2200 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 800 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 28 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારનાં સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ છે.

Tags :
120 percent increase in chikungunyacasesLast yearover
Advertisement
Next Article
Advertisement