For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટા નજીક બંધ ટ્રક પાછળ 108 ઘૂસી જતા તબીબની પાંસળીમાં ઇજા

12:03 PM Dec 14, 2023 IST | Sejal barot
ઉપલેટા નજીક બંધ ટ્રક પાછળ 108 ઘૂસી જતા તબીબની પાંસળીમાં ઇજા

દરેક પ્રકારના દર્દીઓની સેવા કરતી 108 એમ્બ્યુલન્સ દરેક જગ્યાએ પહોંચી જતી હોય છે અને દરેક લોકોનો જીવ બચાવવા તનતોડ મહેનત કરતા હોય છે ત્યારે ઉપલેટા શહેરના પોરબંદર હાઇવે પર ઈસરાના પાટીયા નજીક આવેલ જૂની વડવાળા હોટેલ પાસે સાઈડમાં રાખેલ બંધ ટ્રક પાછળ ઉપલેટાની 108 એમ્બ્યુલન્સ ધુસી જતા પાયલોટ ઈન્દ્રસિંહ જાડેજાને સામાન્ય ઈજાઓ પહોંચેલી જ્યારે બાજુમાં બેસેલ ડોક્ટર રામસીભાઈ રામને ડાબા પડખાની પાંસળીઓ ભાંગી ગયેલ હોય અને હાથમાં પણ ગંભીર ઈજા પહોંચતા ઉપલેટા શહેરની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ધોરાજીની 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
108ના પાયલોટ ઈન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ટ્રક આગળથી કોઈ એકટીવા ચાલક યુવતીઓ અચાનક નીકળતા તેને બચાવવા જતા ટ્રક પાછળ 108 ઘૂસી ગઈ હતી જેને લઈને આ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં 108 ના ડોક્ટર રામસીભાઈ રામને ગંભીર ઈજાઓ પહોંચતા ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ. જેને લઈને અન્ય 108 ના કર્મચારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ અંગે વધુ આગળ તપાસ ઉપલેટા પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement